દિનેશભાઇ અડવાણી
તારીખ 14.07.19 ના રોજ અમરાવતી નદી ના પાણીમાં લાલ કલર નું કેમિકલ યુક્ત પાણી ફરી જતા જળચર પ્રાણીઓ ના મૃત્યુ થયા હતા અને 10.12 કિલો જેવું વજન ધરાવતા મોટા જળચર પ્રાણીઓ ના મૃત્યુ થયા હતા. આ પ્રદુષિત પાણી ની તપાસ અને કાર્યવાહી જી.પી.સી.બી.એ કરતા અંકલેશ્વર જી.આ.ઇ.ડી.સી ના C પમપિંગ સ્ટેશન ને અમરાવતી નદી ને પ્રદુષિત કરવા બાબતે કસૂરવાર ગણી લાખો રૂપિયા ના દન્ડ સહિત 15 દિવસ ની કલોઝર નોટિસ અપાઈ છે.
Advertisement
આ અમરાવતીમાં ભૂતકાળમાં પણ અનેક વખત પ્રદૂષિત થઈ છે અને મોટા જળચર પ્રાણીઓ ના મૃત્યુ હતા હતા. ચોમાશા ની ઋતુ માં ઉધોગો દ્વારા પ્રદુષિત પાણી વરસાદી ગટરો માં છોડી દેવામાં આવે છે જેના લીધે આવી ઘટનાઓ વારંવાર બને છે અને આ બાબતે જી પી સી બી દ્વારા અનેક કમ્પનીઓ ની પણ તપાસ કરી હતી પરંતુ તેના પર રિપોર્ટ્સ કે કાર્યાવહી કરવાની પ્રક્રિયા હાલ ચાલી રહી છે.