દિનેશભાઇ અડવાણી
રિયલ ટાઇમ જન્મ-મરણ ડેટા એન્ટ્રી તાલીમ લીબડી નગરપાલિકા ખાતે યોજાઇ હાલના સમય તમામ વસ્તુઓ ડીજીટલ લાઈઝ થવા જઇ રહી છે ત્યારે જન્મ મરણ રજીસ્ટ્રેશન સરકારશ્રી દ્વારા ડીજીટલ લાઈઝ અને રીયલ ટાઈમ મળી રહે એટલા માટે સરકારે પોતાનું પોર્ટલ ઈ-ઓળખ લોન્ચ કરી આરોગ્ય વિભાગને કામગીરી કરવા ખડે પગે કર્યા છે ત્યારે આ બાબતની ઈ-ઓળખ પર કઈ રીતે જન્મ અને મરણ ની ડેટા એન્ટ્રી થઈ શકે તે માટે સુરેન્દ્રનગર જીલ્લા પંચાયત થી રણજીતસિંહ ચાવડા આંકડા મદદનીશ, અને આ વેબસાઇટ ના ટ્રેનર સોહિલભાઈ ખુરેશી ને જન્મ-મરણ લીંબડી તાલુકાના સરકારી હોસ્પિટલ થી લઈને હોસ્પિટલના ડોક્ટરોને તથા લગતા સ્ટાફને તાલીમ આપી આઈડી ક્રિએટ કરી દીધા હતા ત્યારે આ તાલીમ સફળ બનાવવા લીંબડી નગરપાલિકા રજિસ્ટાર રમેશભાઈ વાઢેર તેમના ઓપરેટર ક્રિપાલભાઈ ભારે જહેમત ઉઠાવી હતી ત્યારે આવનારા સમયમાં તમામ લોકોને જે તે હોસ્પિટલમાંથી રિયલ ટાઇમ જન્મના પ્રમાણપત્ર મળી રહે તે પ્રકારની પૂરેપૂરી તાલીમ આપી સમજણ પૂરી પાડી હતી.