Proud of Gujarat
FeaturedGujarat

અંકલેશ્વર:નર્મદા ક્લીન ટેકના કર્મચારીઓએ ફરી એક વખત અપનાવ્યો પ્રતિકધરણા/ ભૂખ હડતાળનો માર્ગ…

Share

દિનેશભાઇ અડવાણી

અંકલેશ્વર ખાતે આવેલ નર્મદા ક્લીન ટેક (NCT)જે અંકલેશ્વર,પાનોલી અને ઝગડિયા ના ઉદ્યોગો નું ગંદુ પાણી જરૂરી ટ્રીટમેન્ટ કર્યા પછી કંટીયાજાલ નજીક આવેલ દરિયા માં પાઈપ લાઈન દ્વારા પહોંચાડવાની કામગીરી કરે છે, અને આ મહત્વની કામગીરી કરતા કર્મચારીઓ આજે તારીખ ૨૪/૦૭/૧૯ (બુધવાર) ના રોજ થી પ્રતિકધરણા/ ભૂખ હડતાળ શરૂ કરી છે આ NCT ના કાયમી કર્મચારીઓ અને કોન્ટ્રાક્ટ ના કર્મચારીઓ એ તેમની સાથે થતા શોષણ અને ભેદભાવ વિરુદ્ધ અગાઉ પણ તંત્ર ની મંજુરી મેળવી ૧૩/૪/૧૯ થી ૧૫/૦૪/૧૯ સુધી હડતાળ કરી હતી અને તે વખતે NCT ના મેનેજીન્ગ ડીરેક્ટર અલોક કુમારે લેખિત માં બાહેધરી આપી હતી કે “ કર્મચારીઓ ની માંગણીઓ એક કમિટી બનાવી કર્મચારીઓ સાથે ચર્ચા કરી તારીખ ૦૫/૦૫/૧૯ સુધી માં નિકાલ લાવીશું. ”

Advertisement

જોકે ૦૫/૦૫/૧૯ સુધી માં આ માંગણીઓ નો કોઈ પણ નિરાકરણ ના આવતા કર્મચારીઓ ફરીથી ૦૬/૦૫/૧૯ ના રોજ થી હડતાલ પર ગયા હતા અને જે તે વખતે ઉદ્યોગો નું પાણી બંધ થવાની પરિસ્થિતિ સર્જાઈ હતી. અને અગાઉ આલોક કુમારે બાંહેધરી આપી તેનો અમલ કર્યો ના હોવાથી કર્મચારીઓ MD અલોક કુમાર નો વિશ્વાસ કરતા ના હોય મધ્યસ્થી કરવા ગાંધીનગર થી ઉચ્ચ અધિકારીઓ વરલી અને ગામીત આવ્યા હતા અને તેમણે ત્રણે ઉદ્યોગ સમૂહો ના પ્રમુખો જેમ મહેશભાઈ પટેલ, પંજવાની,બી.એસ.પટેલ, નાવડિયા અને સ્થાનિક આગેવાનો સાથે રાખી ચર્ચાઓ કરી હતી અને ચર્ચા ને અંતે આવેલ ઉચ્ચ અધિકારીઓ અને અંતે ત્રણે પ્રમુખોએ લેખિત બાહેધરી આપી હતી કે ” આ માંગણીઓ તારીખ ૦૮/૦૬/૧૯ ના રોજ સુધી માં પૂરી કરાવીશું ” આમ મળેલ બાહેધરી પછી હડતાળ સમેટાઈ હતી.

જોકે બે-બે વખત ની લેખિત બાહેધારીઓ પછી પણ કર્મચારીઓ ની માંગણીઓ નું નિરાકરણ ના આવતા અને મધ્યસ્થી તરીકે ભાગ ભજવનારા ઉદ્યોગગૃહો ના સમૂહના સન્માનીય પ્રમુખો અને સામાજિક આગેવાનો એ પોતેજ NCT ના MD આગળ લાચાર વશ થઈ પીછે હઠ કરી નાદારી જાહેર કરી દેતા કર્મચારીઓ એ તંત્ર ની મંજુરી લઈ ફરીથી ભૂખ હડતાળ શરૂ કરી છે અને આ વખતે વધુ કર્મચારીઓ હડતાળ માં જોડાયા હોવાથી અને વધુ અન્ય જોડાવવા ના હોવાથી ઇફ્લુંએન્ટ સુદ્ધીકરણની પ્રક્રિયા પ્રભાવિત થવા ની શક્યતા રહેલ છે.અને હાલ માં અત્રે ના ઉદ્યોગો ક્રિટિકલ ઝોન, હવા,પાણી ના વધતા પ્રદૂષનો ને લીધે વધેલ SEPI આંક,સમૂહો ની આંતરિક જુથબંધી, વપરાશ ના પાણી ની અછત અને ભાવો ની અનિશ્ચિતતા જેવી અનેક સમશયાઓ નો સામનો કરી રહ્યા છે ત્યારે આ હડતાળ તેમની સમસ્યાઓ વધારો કરશે.


Share

Related posts

ભરૂચ લોકલ ક્રાઈમ બ્રાંચએ ઉમલ્લા-સંજાલી રોડ ઉપર વિદેશી દારૂનો જંગી જથ્થો ઝડપી પાડ્યો: વિદેશી દારૂ અને વાહન મળી ૯,૦૦,૦૦૦/- ઉપરાંતની મત્તા જપ્ત

ProudOfGujarat

નડિયાદ જિલ્લા બાળ સુરક્ષા એકમને સતત બીજા વર્ષે શ્રેષ્ઠતાનો એવોર્ડ

ProudOfGujarat

પી.એમ નરેન્દ્ર મોદીનાં હસ્તે ઉત્તરપ્રદેશનાં વારાણસી ખાતેથી “પ્રધાનમંત્રી આત્મનિર્ભર સ્વસ્થ ભારત” યોજનાનું કરાયું ઈ-લોન્ચિંગ.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!