Proud of Gujarat
Crime & scandalFeaturedGujarat

ગોધરા એલ.સી.બી શાખાએ બાઇક ચોરી કરતી ગેંગ ઝડપી પાડી,૧૮ બાઇકો કબજે કરી વધુ તપાસ હાથ ધરી…

Share

રાજુ સોલંકી પંચમહાલ

ગોધરા એલ.સી.બી. પોલીસે ચોરીઓની મોટર સાયકલો સાથે પાંચ ઇસમોની ધરપકડ કરી ચોરીની કુલ-૧૮ મોટર સાયકલો તથા છુટા પાડેલ મોટર સાયકલના એન્જીન નંગ-ર એમ મળી કુલ-૨૦ મોટર સાયકલો કુલ કિ.રૂ. ૩,૯૫,૦૦૦/- ના મુદ્દામાલ કબજે કરી મોટર સાયકલ ચોરીઓના કુલ- ૧૮ ગુનાઓ ડીટેકટ કર્યા.

Advertisement

પંચમહાલ ગોધરા રેન્જ અધિક પોલીસ મહાનિદેશક શ્રી મનોજ શશીધર સાહેબ નાઓએ આપેલ માર્ગદર્શન અને સુચના મુજબ પોલીસ અધિક્ષકશ્રી ડૉ. લીના પાટીલ સાહેબ નાઓએ પોલીસ ઇન્‍સ્‍પેક્ટરશ્રી ડી.એન.ચુડાસમા એલ.સી.બી. ગોધરા નાઓને વાહન ચોરીઓના ગુનાઓ બનતા અટકાવવા તથા બનેલા વણશોધાયેલા વાહન ચોરીઓના ગુનાઓ ડીટેકટ કરવા માટે જરૂરી સુચનાઓ આપેલ તે સુચનાના ભાગરૂપે પોલીસ ઇન્‍સ્‍પેક્ટર શ્રી ડી.એન.ચુડાસમા એલ.સી.બી. ગોધરા નાઓને ખાનગી બાતમીદારથી બાતમી હકીકત મળેલ કે (૧) લુકમાન ઇસાક પોલા રહે. વચલા ઓઢા ગોધરા (ર) સાજીદ ઇદરીશ હયાત રહે. સાતપુલ ગોધરા (૩) તાહીર ઉર્ફે કાલા યાકુબ ઓચુ રહે. હાફીજ પ્લોટ વેજલપુર રોડ ગોધરા નાઓ ભેગા મળી નંબર વગરની કાળા કલરની પેશન પ્રો મોટર સાયકલ કોઇક જગ્યાએથી ચોરી અગર તો છળકપટથી મેળવી લાવી શંકાસ્પદ હાલતમાં ત્રણેય ઇસમો તે મોટર સાયકલ ઉપર બેસી વચલા ઓઢા તરફથી નીકળી વેજલપુર તરફ જવા માટે નીકળનાર છે તેવી બાતમી આધારે શ્રી એન.એમ.રાવત પો.સ.ઇ. એલ.સી.બી. તથા એલ.સી.બી. સ્ટાફના માણસો વેજલપુર ત્રણ રસ્તા કોઠી સ્ટીલ પાસે ગોધરા નાકાબંધી કરતા નાકાબંધી દરમ્યાન બાતમી મુજબના ઉપરના ત્રણેય ઇસમો નંબર વગરની મોટર સાયકલ સાથે પકડાય ગયેલા આ ત્રણે ઇસમોને શંકાસ્પદ હાલતમાં અટકાયત કરી ત્રણે ઇસમોને સઘન પુછપરછ કરતા હકીકત જણાવેલ કે તેઓ ત્રણે મળી પંચમહાલ જિલ્લામાં તથા દાહોદ, મહીસાગર, આણંદ, છોટાઉદેપુર, સુરત, ભરૂચ વિગેરે જિલ્લાઓમાંથી જુદા જુદા દિવસ દરમ્યાન તથા રાત્રીના સમય દરમ્યાન વાહન પાર્કીગના સ્થળોમાંથી તથા જાહેર જગ્યાઓ ઉપર પાર્ક કરેલ મોટર સાયકલોના લોક તોડી મોટર સાયકલોની ચોરીઓ કરી લાવેલાની કબુલાત કરી તે ચોરીની મોટર સાયકલો ઘોઘંબા તાલુકાના રીંછવાણી ગામે બેસ્ટ ઓટો ગેરેજ ચલાવનાર (૧) મુસ્તાક એહમદ ગલવા રહે. સાતપુલ ઓઢા ગોધરા (ર) ઐયુબ અબ્દુલમજીદ બાંડી રહે. ઇદગાહ મહોલ્લા હલીમા મસ્જીદની પાસે ગોધરા નાઓને સસ્તા ભાવે વેચાણ કરેલાની હકીકત જણાવતા સદરી બંને ઇસમોના ગેરેજ ઉપર જઇ તપાસ કરતા તેના ગેરેજમાં તથા ગેરેજની પાછળ બનાવેલ શેડમાંથી કુલ- ૧૭ મોટર સાયકલ તથા નાકાબંધી દરમ્યાન પકડાયેલ સૌપ્રથમ ત્રણ ઇસમોના કબજામાંથી મળી આવેલ નંબર વગરની એક મોટર સાયકલ એમ મળી કુલ- ૧૮ મોટર સાયકલો તથા છુટા પાડેલ મોટર સાયકલના કુલ- ર એન્જીન મળી આવેલ જે તમામ મોટર સાયકલો તથા છુટા પાડેલ એન્જીનની કુલ કિ.રૂ. ૩,૯૫,૦૦૦/- નો મુદ્દામાલ કબજે કરવામાં આવેલ છે.

પકડાયેલા ઉપરોકત પાંચેય ઇસમોની સઘન પુછપરછ કરી તેમજ સરકારશ્રીએ ઇસ્યુ કરેલ ઇ-ગુજકોપ પોકેટ કોપ મોબાઇલ ફોનમાં મોટર સાયકલોના એન્જીન તથા ચેચીસ નંબર સર્ચ કરી મોટર સાયકલોના માલીકોનો સંપર્ક કરી પોકટ કોપની મદદથી અત્રેના જિલ્લાના ગોધરા શહેર બી ડીવીઝન ,ગોધરા તાલુકા,દામાવાવ, દાહોદ ટાઉન, આણંદ ટાઉન ,અરવલ્લી મોડાસા ટાઉન,ભરૂચ સીટી સી ડીવીઝન,સંતરામપુર, લુણાવાડા ,દેવગઢ બારીયા , લીમડી, બોડેલી, ડાકોર, સુરત સીટી મહીધરપુરા પોલીસ સ્ટેશનોની મળી કુલ- ૧૮ મોટર સાયકલ ચોરીઓના અનડીટેકટ ગુનાઓ ડીટેકટ કરવામાં સફળતા મળી છે. હાલમાં આ પાંચેય આરોપીઓની પુછપરછ ચાલુ છે અને બીજા વાહન ચોરીઓના ગુનાઓ ડીટેકટ કરવાના પ્રયત્નો ચાલુ છે.

જિલ્લા વાઇઝ ડીટેકટ કરેલ ગુનાઓની સંખ્યાઃ-

(૧) પંચમહાલ જિલ્લાના કુલ-૬
(ર) દાહોદ જિલ્લાના કુલ-૩
(૩) મહીસાગર જિલ્લાના કુલ-ર
(૪) આણંદ જિલ્લાના કુલ-ર
(૫) અરવલ્લી જિલ્લાના કુલ-૧
(૬) ભરૂચ જિલ્લાના કુલ-૧
(૭) છોટાઉદેપુર જિલ્લાના કુલ-૧
(૮) ખેડા જિલ્લાના કુલ-૧
(૯) સુરત સીટી કુલ -૧

કુલ ડીટેકટ ગુનાઓની સંખ્યાઃ- ૧૮


Share

Related posts

ભરૂચમાં રસ્તાની કામગીરી ધીમી ગતિએ ચાલતા વિપક્ષ લાલઘૂમ, દોઢ વર્ષ વીત્યા છતાં રસ્તાનું કામ પૂરું નથી થયું, ઉગ્ર આંદોલનની અપાઇ ચીમકી…

ProudOfGujarat

અમદાવાદ ઇન્દોર રોડ પર બે મોટરસાયકલ વચ્ચે અક્સ્માતમાં એકનું મોત

ProudOfGujarat

સુરત-ભાંડુતના ગ્રામવાસીઓએ સરકારી સહાય વિના જાત મહેનતથી શરૂ કર્યું તળાવની પાળ બનાવવાનું

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!