દિનેશભાઇ અડવાણી
સુરેન્દ્રનગર જિલ્લા પોલીસ વડા મહેન્દ્ર બગડીયાની સૂચના અને માર્ગદર્શન મુજબ સુરેન્દ્રનગર જિલ્લામાંથી પોહી/જુગારની બદી સામે લાલઆંખ કરવામાં આવી છે જે અનુસંધાને અલગ-અલગ ટિમો બનાવી પરિણામલક્ષી કામગીરી કરવા ડી.એમ.ઢોલ, પોલીસ ઇન્સ્પેકટર,એલ.સી.બી.સુરેદ્રનગર દ્વારા સૂચના આપવામાં આવી છે જે અનુસંધાને ડી.એમ ઢોલ દ્વારા એલ.સી.બી ટિમને પ્રોહી /જુગાર અંગે પરિણામલક્ષી કામગીરી કરવા સૂચના તથા માર્ગદર્સન આપેલ જે અન્વયે એલ.સી.બી. ટીમે પેટ્રોલિગ હાથ ધરી ચોક્ક્સ બાતમી હકીકત મેળવેલ કે ભાણેજડાં ગામે પાશીના માર્ગ પાસે આવેલા પ્રવીણભાઈ રાણીંગભાઇ ભાભળા (કાઠી દરબાર) રહે .ભાણેજડાં તા.ચુડા વાળાના કબજા ભોગવતા વળી વાડીથી આશરે ૨૦૦ મીટર દૂર આવેલ ખરાબામાં તથા તળાવની પાળ પાસે આવેલા ઓકળામાં પોતાના સાગરીતો મારફતે ગે.કા.પરપ્રતીય ભારતીય બનાવટનો વિદેશી દારૂનો જથ્થો ઉતારી કટીંગ કરાવે છે.જેથી બાતમી વાળી જગ્યાએ તાત્કાલિક રેડ કરતા મજકુર ઈસમની વાડી પાસે આવેલ ખરાબામાં તથા તળાવની પાળ પાસે આવેલ ઓકળામાંથી ૭૫૦ મી.લી ની કાચની સીલબંધ બોટલો જેમાં પાર્ટી સ્પેશ્યલ ડીલક્ષ વહીસ્કી તથા મેકડોવેલર્સન-૧ સુપેરિયર વહીસ્કી વિદેશી બોટલો નંગ-૩૩૫૭ કી .રૂપિયા ૧૦,૩૬,૬૦૦/- નો મુદામાલ મળી આવ્યો હતો. રેઇડ દરમ્યાન મજકુર ઈસમો હાજર ન હતા.આ ગુનાનો આરોપી પ્રવીણભાઈ રાણીગભાઇ ભાભડ તથા તેના સાગરીતો અને તપાસમાં ખુલે તે તમામ ઈસમો વિરુદ્ધ પ્રોહી ધારા મુજબ ચુડા પોલીસ સ્ટેશન ખાતે ગુનો રજીસ્ટર કરાવી આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવેલ છે.