Proud of Gujarat
FeaturedGujarat

ખેડૂત અગ્રણી દર્શન નાયકે માનવ હિતની રક્ષા કાજે કરી રજૂઆત..

Share

દિનેશભાઇ અડવાણી

કડોદરાનગર પાલિકા વિસ્તાર તેમજ તાંતીથૈયા, વરેલી, જોળવા જેવા પરપ્રાંતીય વિસ્તારમાં નિરંકુશ થયેલા ગેસમાફિયાઓ પોલિસ તેમજ પુરવઠા વિભાગની રહેમ નજર હેઠળ રોજ હજારોની સંખ્યામાં કોમર્શિયલ બાટલા માંથી નાના બાટલમાં કિલોના હિસાબે ગેરકાયદેસર રિફીલિંગ કરવાનો વેપાર પુરજોશમાં ચાલી રહ્યો છે.અગાઉ પણ સુરતમાં તક્ષશિલા અગ્નિકાંડમાં 22 જિંદગીઓ હોમાઇ ગઇ ઉપરાંત અમદાવાદમાં રાઈડ તૂટી પડતા બે વ્યક્તિઓના મોત થયા છતાં તંત્રની બેદરકારી અને અધિકારીઓની લાપરવાહી સ્પષ્ટપણે જવાબદાર મનાય છે સુરત જિલ્લાના કાપી થયા ખાતે બે દિવસ પહેલા ફ્લેશ ફાયર થી લાગેલી આગમાં પાંચ યુવાનો મોત થયાની ઘટના પ્રકાશમાં આવી છે એની પાછળ પણ તંત્રની લાપરવાહી હોવાનું કહીએ તો ખોટું નથી. આ મામલે જિલ્લા પંચાયતના સદસ્ય અને સહકારી આગેવાન દર્શન નાયકે કલેકટરને આજરોજ લેખિત આવેદનપત્ર પાઠવી જવાબદાર તંત્રના અધિકારીઓ સામે પગલા ભરવા રજૂઆત કરી છે .

Advertisement

સુરત જિલ્લા પંચાયતના સદસ્ય અને કોંગ્રેસ અગ્રણી તેમજ સહકારી આગેવાન દર્શન નાયક દ્વારા આજરોજ જિલ્લા જિલ્લા પોલીસ વડા અને રેન્જ આઈ જી ને ઉદેશીને કરેલી રજૂઆતમાં જણાવ્યું છે કે ઔદ્યોગિક નગરી સુરતમાં તક્ષશિલા અગ્નિકાંડમાં 22 જિંદગીઓ હોમાઇ ગઇ જેના પ્રત્યાઘાત દેશભરમાં પડ્યા હતા આ ઉપરાંત ગત સપ્તાહમાં અમદાવાદમાં રાઈડ તૂટી પડતા બે વ્યક્તિઓના મોત થયા અને ગત રવિવારે સુરતના કડોદરા વિસ્તારમાં ફ્લેશ ફાયર થી લાગેલી આગમાં પાંચ જેટલા જુવાનજોધ યુવાનોની જિંદગીનો અંત આવી ગયો બીજી તરફગુજરાત સરકાર દ્વારા સુરત જિલ્લાને કેરોસીન મુક્ત બનાવતા કેરોસીનના
ઉપયોગથી પ્રાઈમસ સ્ટવ પર જમવાનું બનાવતા લોકો છેલ્લા ચાર પાંચ વર્ષમાં નાના ગેસના બાટલા તરફ વળ્યાં છે જેના કારણે પરપ્રાંતી વિસ્તારથી ભરપૂર એવા જોળવા તેમજ તાંતીથૈયા અને વરેલી અને કડોદરા જેવા વિસ્તારમાં અંદાજીત 500થી વધુ ગેરકાયદેસર ગેસ રિફીલિંગની દુકાનો આવેલી છે. જેમાં હજારોની સંખ્યામાં 19 કિલોના કોમર્સિયલ બાટલા માંથી નાના બાટલામાં ગેરકાયદેસર રિફીલિંગ કરી આપવામાં આવે છે. રિફીલિંગ કરતી વેળાએ બોટલનો ઉપરનો વાલ ખોલી સીધો કિલોના હિસાબે ગ્રાહકને જોઈએ એટલો ભરી આપવામાં આવે છે બાટલો ભર્યા બાદ ઉપરનો વાલ જો ચોકસાઈ પૂર્વક બંધ નહિ કરવામાં આવે તો ગેસ લીકેજ થાય છે અને આ પ્રમાણેની દુર્ગટનાને નોતરું અપાઈ છે. તાંતીથૈયામાં ગત રવિવારે બનેલી ઘટનામાં પાંચ પર પ્રાંતી યુવાનોના જીવ હોમાયા છે છતાં પણ ઘટનાનાં બીજે દિવસે જ આ વિસ્તારમાં ગેસ રિફીલિંગની તમામ હાટડીઓ બિન્દાસ પણે ધમધમી રહી આ પરથી કહી શકાય કે ક્યાંતો ગેસમાફિયાઓ ને પોલિસ કે તંત્રનો ડર રહ્યો નથી ક્યાં તો બને વિભાગની રહેમ નજર હેઠળ બધું થઈ રહ્યું છે જો તપાસ કરવામાં આવે તો કેટકેટલા અધિકારીઓ નામ ખુલે તેમ છે.સુરત જિલ્લાના પુરવઠાતંત્ર અને અને મામલતદારોને આ અંગે જાગૃત નાગરિકો દ્વારા લેખિત તેમજ મૌખિક ફરિયાદો અવારનવાર કરવામાં આવતી હોય છે પરંતુ ઠોસ પગલા લેવામાં આવતા નથી અને જેના કારણે નિર્દોષ લોકો ભોગ બની રહ્યા છે. વધુમાં દર્શન નાયકે જણાવ્યું છે સંબંધિત તંત્રના અધિકારીઓ દ્વારા જિલ્લાના પરપ્રાંતિય વિસ્તારોમાં ચાલતા ગોરખધંધા વો ની તપાસ કરાવી બંધ કરાવવામાં આવે અને માનવ જીવનની રક્ષા કરવામાં આવે એવી અપીલ પણ કરવામાં આવી છે.

બિન્દાસ પણે સબસીડી વાળા 14 કિલોના રાંધણ ગેસના બાટલા માંથી નાના બાટલા રિફીલિંગ કરી આપવામાં આવે છે.કડોદરા વિસ્તારની આજુબાજુના વિસ્તારોમાં મોટાભાગના ગામોમાં ગેસની પાઇપ લાઇન આવી ગઈ હોવા છતાં
કેટલાક હજુ ગેસના બાટલો ઉપયોગ કરે છે જે બાટલા એજન્સી માંથી ખરીદી સબસીડી મેળવી બાટલો સીધો ગેસમાફિયાઓને પહોંચાડે છે. ભારત સરકારના ઉજ્વલા યોજના હેઠળ અપાયેલા બોટલોનો પણ બિન્દાસ પણે રોજ ગેરકાયદેસર ગેસરીફીલિંગમાં ઉપયોગ કરવામાં આવે છે.

5 તેમજ 10 કિલોના ખાલી ગેસના બોટલો બિન્દાસ પણે વાસણમાં દુકાને મળી રહે છે જે તકલાતી મટેરિયલથી બનાવેલા હોઈ છે તેમજ કોઈપણ અધિકૃત કંપની વગરના હોઈ છે ક્યારે પણ લીકેજ થઈ શકે છે અને આ પ્રમાણેની દુર્ગટનાને અજામ આપી શકે છે

છેલ્લા બે વર્ષમાં આઘટના સહિતના નાના ગેસના બાટલા ફાટવાના ત્રણ મોટા બનાવો બન્યા છે.અને જેમાં 7 જેટલા નિર્દોષ શ્રમિકોના જીવ હોમાયા છે છતાં પણ તંત્ર હજુ સુધી પોતાનો નિષ્ક્રિયતા જ સાબિત કરી રહી હોય તેમ લાગે છે ત્રેનેય બનાવોમાં નાના ગેસના બાટલા ફાટવાની ઘટના છે છતાં પણ પોલિસે હજુસુધી કોઈપણ આક્રમક પગલાં લીધા નથી


Share

Related posts

અંકલેશ્વરમાં આંગડિયાના ૫ લાખ લૂંટાયા.

ProudOfGujarat

રાજપીપળા છત્રવિલાસ તરફથી એસ.ટી. બસો, ભારદારી વાહનોની અવર જવર બંધ કરાવવા સ્થાનિકોનું આવેદન.

ProudOfGujarat

ભરૂચનું ગૌરવ : ભારતીય ટીમની ઇન્ટરનેશનલ ટ્રાયલ માટે જિલ્લાના 3 શૂટર અને રાષ્ટ્રીય સ્તર માટે માટે 7 શૂટર ગુજરાતનું પ્રતિનિધિત્વ કરશે.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!