આસ્તિક પટેલ ઓલપાડ
દક્ષિણ ગુજરાતના ઓલપાડ ના યુવાન ધારાસભ્ય મુકેશ પટેલે આજે વિધાનસભાગૃહમાં મત્સ્ય ઉદ્યોગ સંદર્ભમાં માગણીઓ પરની ચર્ચામાં ભાગ લીધો હતો તેઓએ કહ્યું કે ગુજરાતના 1600 કિલોમીટર લાંબા દરિયા કિનારા પાસે પોણા ચાર લાખ હેક્ટર જમીનો છે જેમાંથી બે લાખ હેક્ટર જમીન પર પાણીમાં જીંગા બનાવવા માટે આજેપણ 5% જેટલી જમીન સરકારે ફાળવી છે.આ જમીન વધારે આપવી જોઈએ.
ઉપરાંત તેઓએ આંધ્રપ્રદેશની સરકારે ફાળવેલી જમીનોના સંદર્ભમાં વાત કરીને કહ્યું હતું કે, ગુજરાતમાં સરકારે સારી પોલિસી બનાવી છે. પરંતુ તેની અંદર ઘણી વિસંગતતાઓ છે. જે પોલિસી બનાવી છે તેમાં 35 ટકા પ્રાઇવેટ મંડળીઓને આપી છે 20% સરકારી મંડળીઓને અને 35% જમીન વ્યક્તિગત અને વિશેષ આ વખતે જે જોગવાઈ કરી છે કે, 10% સખીમંડળોને ફાળવાશે તેઓએ કહ્યું કે જે 35% જમીન પ્રાઇવેટ કંપનીને ફાળવવામાં આવી છે તેમાં સરકારે નિયમો બદલાવવા જોઈએ.
સ્થાનિક કે જિલ્લાની હોય કે લોકલ તાલુકાની જે પ્રાઈવેટ મંડળી હોય તેને પ્રાધાન્ય આપવું જોઈએ આ પ્રાઇવેટ હરાજીથી આપવાનું નક્કી કર્યું છે તેથી મને ડર છે કે કદાચ બીજા રાજ્યના લોકો હરાજીથી વધારે લઈ જશે અને પાછા ગુજરાતમાં આવે તો તેના માટે તકલીફ ઊભી થાય અને સ્થાનિક લોકોને રોજગારી મળવાનો પણ પ્રશ્ન ઉભો થાય આ ધારાસભ્ય નું પ્રવચન સાંભળીને અધ્યક્ષ રાજેન્દ્ર ત્રિવેદી પણ ખુશ થઈ ગયા હતા તેઓએ કહ્યું કે તમે ખૂબ જ ગંભીર અને સારી રજૂઆત કરી છે.બીજા લોકોએ આમાંથી શીખવું જોઈએ.