દિનેશભાઇ અડવાણી
આજરોજ પર્યાવરણ વાદી સંસ્થાને માહિતી મળી હતી કે ઝગડિયા ની સિકા ઇન્ડિયા પ્રા. લી. નામ ની કંપની દ્વારા પોતાના હદ વિસ્તારમાં પોતાના વેસ્ટને JCB દ્વારા ખાડાઓ કરી જમીનમાં દાટી નિકાલ કરી રહ્યા છે.આ બાબત ની સ્થળ તપાસ કરાતા જગ્યા પર JCB દ્વારા ખાડાઓ કરી તેમાં મોટા પાયે તેમનું વેસ્ટ છેલ્લા બે દિવસ થી દાટી રહ્યા હતા અને હજુ મોટા પાયે વેસ્ટ પડેલું હતું જે દાટવા નું બાકી પડેલ હતું.પર્યાવરણ વાદી સંસ્થા દ્વારા જીપીસીબીને જાણ કરાઈ છે અને જીપીસીબી દ્વારા તપાસ હાથ ધરાઈ છે.
સિકા ઇન્ડિયા કંપનીના અધિકારીઓના જણાવ્યા મુજબ અમો અમારો વધેલ રેતી અને સિમેન્ટ (જે એમનો વેસ્ટ છે) એ નિકાલ કરી રહ્યા છીએ.જોકે આ રીતે આટલા મોટા પ્રમાણ માં રેતી અને સિમેન્ટ વેસ્ટ નિકાલ પર્યાવરણ માટે નુકસાનકારક છે અને આ વેસ્ટનો નિકાલ કાયદા મુજબ યોગ્ય જગ્યાએ કરવો જોઈએ.જીપીસીબીએ સ્થળ પર કાર્યવાહી શરૂ કરી ફરીથી JCB દ્વારા જમીનમાં દબાવેલ બધું જ વેસ્ટ બહાર કાઢવાની કાર્યવાહી હાથ ધરવામાં આવી રહેલ છે.