દિનેશભાઇ અડવાણી
ભારત સરકારશ્રીનાં કૌશલ્ય વિકાસ અને ઉઘોગ સાહસિકતા મંત્રાલય દ્વારા મળેલ સુચના અને માર્ગદર્શન મુજબ આજરોજ જન શિક્ષણ સંસ્થાન ભરૂચ તથા ટાઇગર એકતા ગૃપ, વર્ક ટુ હેલ્પ,એકશન ફોર ચેરીટી, રોટરી કલબ ઓફ ભરૂચનાં સંયુકત ઉપક્રમ ” SAY NO TO PLASTIC ” ના બેનર હેઠળ યુવા સંકલના સ્વચ્છતા મેરેથોન રેલીનું આયોજન ડો.બાબા સાહેબ આંબેડકરની પ્રતિમા રેલ્વે સ્ટેશન ભરૂચ થી જિલ્લા શિક્ષણાધિકારીશ્રીની કચેરી હોસ્ટેલ ગ્રાઉન્ડ સુધી કરવામાં આવ્યું હતું. પ્રારંભમાં BDMA નાં એકવાયરમેન્ટ હેલ્થ એન્ડ સેફટી ફોરમાનાં અધ્યક્ષ સંજીવ વર્માએ વિધાર્થીઓને વાતાવરણ પર પ્લાસ્ટીકની અસરો વિશે સમજ આપી હતી અને ત્ત્યારબાદ આમંત્રીત મહેમાનો સહીત જિલ્લા રકતપિત્ત્ત અધિકારી ડો.હિનાબેન ધ્રુવ દ્વારા લીલી ઝંડી આપી પ્રસ્થાન કરવામાં આવ્યું હતું.
આ પ્રસંગે પ્લાસ્ટીકનો ઉપયોગ નહિં કરવા બાબતે લોકજાગૃતિ માટેનાં બેનર તથા પ્લેકાર્ડ દ્વારા વિવિધ સુત્રોચ્ચાર જન સમુદાયમાં સ્વચ્છતા, આરોગ્ય અને પ્લાસ્ટીક ઉપયોગનાં દુષણો સંબંધિત પ્રચાર,પ્રસાર કરવામાં આવ્યો હતો.રેલી સમાપ્ત સમયે જન શિક્ષણ સંસ્થાના ભરૂચનાં બી.ઓ.એમ સભ્ય અને નર્મદા ચેનલનાં ડિરેકટર રુષિભાઇ દવેએ સ્વછતા અંતર્ગત આજથીજ પ્લાસ્ટિકનો ઉપયોગ બંધ કરવા આહવાન કર્યુ તેમજ સ્વચ્છતાના શપથ લેવડાવ્યા હતા.જે.એસ.એસ નાં નિયામક ઝયનુલ સૈયદ તથા દિવ્યજીત સિંહ ઝાલા, શંકરભાઇ, રવીભાઇ, સૌરભભાઇ, પુજાબેન અને જે.એસ.એસ નાં ફિલ્ડ સ્ટાફ અને રિસોર્સ પર્સન સાથે લાભાર્થી ભાઇ બહેનોએ ઉત્ત્સાહભેર ભાગ લઇ સ્વચ્છ ભારત,સ્વચ્થ ભારતની રચના કરવામાં સૌનો સિંહ ફાળો રહે તેવી ખેવના દાખવી હતી.અંતમાં ઉપસ્થીત મહાનુભાવો અને વિધાર્થીઓનો આભાર વ્યકત કરી મેરેથોન પૂર્ણ કરી હતી.