Proud of Gujarat
Crime & scandalFeaturedGujarat

સ્ટેટ વિજિલન્સએ વિદેશી દારૂનો જથ્થો પાલેજ નજીકના વરેડીયા ગામ પાસેથી ઝડપી પાડ્યો.રૂપિયા ૫ લાખ ઉપરાંતના મુદ્દામાલ સાથે ૨ આરોપી ઝડપાયા.એક વોન્ટેડ….

Share

દિનેશભાઇ અડવાણી

ભરૂચ નજીકથી પસાર થતા રાષ્ટ્રીય ધોરીમાર્ગ પર આવેલ વરેડીયા પાસેથી સ્વીફ્ટ મોટરકારમાં વહન કરાતો ઇંગલિશ દારૂનો જથ્થો ઝડપાયો હતો.ઇંગલિશ દારૂ અને વાહન મળી કુલ ૫,૪૦,૬૯૦ નો મુદ્દામાલ ઝડપાયો હતો.આ બનાવ અંગે ૨ આરોપી ઝડપાયા હતા જયારે એક આરોપીને વોન્ટેડ જાહેર કરવામાં આવેલ છે.વિદેશી દારૂ દમણ થી કરજણ વેચાણ અર્થે લઇ જવાતો હોવાનું હાલ પ્રાથમિક તપાસમાં જણાયું છે.સ્ટેટ વિજિલન્સે ઝડપેલ આ ઇંગલિશ દારૂના બનાવમાં મોસીન યુસુફ પઠાણ,રહેવાસી જલારામ નગર કરજણ જિલ્લો વડોદરા તેમજ શહીદઅલી સૈયદ,રહેવાસી જહાંગીર પાર્ક પાલેજની અટક કરવામાં આવેલ છે જયારે એક આરોપી વોન્ટેડ જાહેર કરવામાં આવેલ છે.

Advertisement


Share

Related posts

ભરૂચ તાલુકાના ભાડભૂત ખાતેના નિર્ણય સંમેલન અંગે બે ની અટક જો કે સત્તાવાર સમર્થન નહીં

ProudOfGujarat

ભરૂચના નવ તાલુકાઓની યોજાયેલી ગ્રામ પંચાયતની સામાન્ય ચૂંટણીની મતગણતરી નિયત કરાયેલા કેન્દ્રો ખાતે યોજાશે.

ProudOfGujarat

અંકલેશ્વર નગરપાલિકા મતવિસ્તારમાં સરકારની લાપરવાહીથી મહિનામાં ૧૦ થી ૧૨ જેટલી ગાયો મરવાનો દાવો…

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!