દિનેશભાઇ અડવાણી
સમસ્ત વિશ્વમાં વિશ્વ આદિવાસી દિવસ તારીખ ૯મી ઓગસ્ટના દિવસે ઉજવાય છે જયારે વિશ્વના વિવિધ વિસ્તારોમાં જાહેર રજા આપવામાં આવે છે અને આ દિવસે આદિવાસી સંસ્કૃતિને અનુલક્ષીને વિવિધ રંગારંગ કાર્યક્રમ યોજવામાં આવે છે.આજ ધોરણે સમગ્ર ગુજરાતમાં વિશ્વ આદિવાસી દિન એટલે કે ૯મી ઓગસ્ટના દિવસે જાહેર રજા આપવા આદિવાસી મસીહા છોટુભાઈ વસાવા તરફથી રજુઆત કરવામાં આવી છે.જેને અનુલક્ષીને છોટાઉદેપુરના નસવાડી તાલુકાના સમસ્ત આદિવાસી મહાસંઘ દ્વારા વિવિધ વિસ્તારોના લગત મામલદારોને આવેદન પત્ર પાઠવવામાં આવ્યા હતા અને આ દિવસે આદિવાસીઓ પોતાનો પર્વ ઉમંગ સાથે ઉજવી શકે તે માટે જાહેર રજાની માંગણી કરવામાં આવી હતી એટલું જ નહિ પરંતુ નસવાડી ગામમાં રેલીનું પણ આયોજન કરવામાં આવ્યું હતું.
Advertisement