પંચમહાલ રાજુ સોલંકી
પંચમહાલ જિલ્લામાં તહેવારના ગણતરીના દિવસો બાકી છે ત્યારે પંચમહાલ જિલ્લામાં બુટલેગરો સક્રિય બન્યાં છે અને વિદેશી શરાબનો જથ્થો સંગ્રહ કરવા લાગ્યા છે ત્યારે પંચમહાલ જિલ્લાના રેન્જ આઈજીપી મનોજ શશીધર અને જિલ્લા પોલીસ વડા ડૉ લીના પાટીલ એ જિલ્લામાં થતી વિદેશી શરાબની હેરાફેરી અને ગેરકાયદેસર પ્રવૃત્તિઓ નેસ્તનાબૂદ કરવા માટે સર્કેલ પોલીસ ઈન્સ્પેક્ટર એમ સી સંગત્યાંણી તથા દામાવાંવ પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા પીએસઆઇ આર બી ટાપરીયા અને પ્રો.પીએસઆઇ એમ આર ભલગરીયા ને સૂચના આપવામાં આવી હતી જેથી દામાવાંવ પોલીસના પીએસઆઇ ને ખાનગી રાહે બાતમી મળી હતી કે ઘોઘબા તાલુકાના ગજાપુરા થી ખડપા જવાના રસ્તે રાઠવા ફળિયા ની સીમમાં બળવંતભાઈ બચુભાઈ રાઠવા રહે. ઝાપટિયા તા. દેવગઢ બારિયા નો એક સિલ્વર કલરની મહીન્દ્રા બોલૅરો જી જે 3 સી આર ૩૨૯૧ માંથી વિદેશી શરાબનો જથ્થો મળી આવ્યા હતા.
આ બનાવની પ્રાપ્ત વિગતો અનુસાર દામાવાંવ પોલીસના પીએસઆઇ આર બી ટાપરીયા પાસેથી મળતી માહિતી અનુસાર ઘોઘબા તાલુકાના ગજાપુરા થી ખડપા જવાના રસ્તે રાઠવા ફળિયા એક સિલ્વર કલરની મહીન્દ્રા બોલૅરો જી જે 3 સી આર ૩૨૯૧ માં બળવંતભાઈ બચુભાઈ રાઠવા રહે. ઝાપટિયા તા. દેવગઢ બારિયા નો વિદેશી શરાબનો જથ્થો બીયર ની પેટી નંગ ૮૫ જેની કિંમત ૨૯૬૧૦૦ રૂપિયાનો આરોપી પ્રવિણભાઈ નાનાભાઈ બારીયા રહે. ગોદલી તા. ઘોઘંબા તથા વિપુલકુમાર બોતેંરભાઈ રાઠવા રહે. ગોરડાપાણી તા. ઘોઘંબા અને વિનુભાઈ ભીખાભાઈ રાઠવા રહે. ગોરડાપાણી તા. ઘોઘંબા ને વિદેશી દારૂ નો જથ્થો આપવા માટે આવેલો ત્યારે પોલીસ ની રેડ જોતા આરોપી મહીન્દ્રા બોલૅરો ગાડી મૂકી નાશી છુટેલા દામાવાંવ પોલીસે મહીન્દ્રા બોલૅરો ગાડી સહિત ૪૯૬૧૦૦ રૂપિયા નો મુદ્દામાલ જપ્ત કરી વધારે તપાસ હાથ ધરી છે.