દિનેશભાઇ અડવાણી
ભરૂચ નગરના શ્રવણ ચોકડી વિસ્તારના ફ્લાય ઓવર બ્રિજની મંજૂરી મળ્યા બાદ ભરૂચ જિલ્લા કોંગ્રેસ સમિતિ ના મધ્યસ્થ કાર્યાલય ખાતે પત્રકાર પરિષદનું આયોજન કરવામાં આવ્યું હતું.પત્રકાર પરિષદમાં ભરૂચ જિલ્લા કોંગ્રેસ સમિતિના પ્રમુખ પરિમલસિંહ રણાએ જણાવ્યું હતું કે કોંગ્રેસ શ્રવણ ફ્લાય ઓવર બ્રિજની મંજૂરીને આવકારે છે .શ્રવણ ચોકડી વિસ્તાર ,નર્મદા ચોકડી થી દહેજ જવા માટેનો મુખ્ય માર્ગ છે. શ્રવણ ચોકડી વિસ્તારમાં શાળાઓ, બાળમંદિરો, રહેણાંક વિસ્તારો, સોસાયટીઓ તેમજ અનેક શોપિંગ સેન્ટર આવેલ હોવાથી આ વિસ્તારમાં અકસ્માતનું પ્રમાણ વધુ રહે છે તેથી અગાવ તારીખ ૭/૮/૨૦૧૮ ના રોજ ભરૂચ જિલ્લા કોંગ્રેસ સમિતિ દ્વારા જિલ્લા કલેક્ટરને આવેદન પત્ર પાઠવવામાં આવ્યું હતું તેમજ આ અંગે યોગ્ય રજુઆત પણ કરવામાં આવી હતી. ત્યારબાદ તારીખ ૩૦/૦૮/૧૮ ના રોજ શ્રવણ ચોકડી પર ફ્લાય ઓવર બ્રિજની માંગ સાથે જિલ્લા કોંગ્રેસ સમિતિ દ્વારા ધરણાનો કાર્યક્રમ આપયો હતો અને આંદોલન પણ કરાયા હતા.આ દરમિયાન વહીવટી તંત્ર અને સરકાર દ્વારા ફ્લાય ઓવર બ્રિજને મંજૂરી અપાતા સર્વત્ર આનંદની લાગણી ફેલાય છે .ભરૂચ જિલ્લા કોંગ્રેસ સમિતિએ કોંગ્રેસના રાષ્ટ્રીય નેતા ઓલ ઇન્ડિયા કોંગ્રેસ સમિતિના ખજાનચી અને રાજ્યસભાના સાંસદ અહમદભાઈ પટેલને પણ બ્રિજને લઇ લોકોની સમસ્યા અંગે રજુઆત કરતા તેમણે પણ વિવિધ સ્તરે રજુઆત કરી શ્રવણ ચોકડી પર ફ્લાય ઓવર બ્રિજ અને કોલેજ રોડ ઉપર બની રહેલ બ્રિજને લંબાવવા માટે રજુઆત કરી હતી અને તાત્કાલિક અસરથી એની મંજૂરી મળે તેના માટે રજુઆત કરી હતી તેમની રજુઆત સફળ થઇ છે તેથી ભરૂચ જિલ્લા કોંગ્રેસ સમિતિ તેમનો પણ આભાર વ્યક્ત કરી અભીનંદન પાઠવે છે. સાથે વહેલામાં વહેલી તકે રૂપિયા ૮૦ કરોડના શ્રવણ ચોકડી ફ્લાય ઓવર બ્રિજ અને કોલેજ પરના ફ્લાય ઓવર ને લંબાવવાની કામગીરી વહેલી તકે પૂર્ણ થાય તે જરૂરી છે. ભવિષ્ય માં પણ જનહિત કાજે જિલ્લા કોંગ્રેસ સમિતિ લોકોની સમસ્યાને વાચા આપતી રહેશે એમ જણાવાયું હતું.પત્રકાર પરિષદમાં ભરૂચ જિલ્લા કોંગ્રેસ સમિતિના પ્રમુખ પરિમલસિંહ રણા ઉપરાંત પ્રદેશ મહામંત્રી રાજેન્દ્રસિંહ રણા ,પ્રવક્તા નાઝુ ફડવાલા અને શહેર કોંગ્રેસ પ્રમુખ વિક્કી સોખી ઉપસ્થિત રહ્યા હતા.