પાલેજ તા.૧૬
ઇમરાન ઐયુબ મોદી-પાલેજ
વર્ષો ની પરંપરા મુજબ કોમી એકતાના સ્તંભ સમાન મોટા મિયા માંગરોળ ની ઐતિહાસિક ગાદી ખાતે ગુરુપૂર્ણિમાની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી.આ પ્રસંગે મોટા મિયા માંગરોળ ની ઐતિહાસિક ગાદીના સજજાદાનસીન હીસ હોલનેસ ખ્વાજા સલીમુદ્દીન ફરીદુદ્દીન ચિસ્તી સાહેબે પોતાના પિતા- ગુરુ ની પગદંડી અનુસરી રહેઠાણ પાલેજ ખાતે પોતાના નિવાસસ્થાને વહેલી સવારથી જ મુલાકાત આપી આશીર્વચન સહીત શુભેચ્છા આપી હતી.
વર્તમાન ગાદીપતિના સુપુત્ર અને ઉત્તરાધિકારી ડોક્ટર મતાઉદ્દીન સલીમુદ્દીનચિસ્તી સાહેબે મુખ્ય ગાદી મોટા મિયા માંગરોળ મુકામે મુલાકાત આપી હતી જ્યાં ગાદી તરફથી સંદેશ રૂપે જણાવેલ હતું કે અનેક અવસ્થાઓમાં આસ્થાને અડગ રાખવાનો અવસર એટલે ગુરુ પૂર્ણિમા આજકાલ લગભગ બધા જ અવરોધ રહિત જીવનની અપેક્ષા કરતા હોય છે પરિણામે જીવનમાં ઘણીવાર કપરા સમયમાં આસ્થા એટલે યકીન ની કસોટી પાર કરવી મુશ્કેલ બની જાય છે ગુરુ અને શિષ્ય બંનેની સંયુક્ત જવાબદારી અને નિસ્વાર્થ પ્રયાસોથી જ આસ્થા વધુ મજબૂત બની શકે તેમ છે
બંને સ્થળોએ સુરત તાલુકા નાં માંડવી અને ભરુચ તાલુકા નાં ગામો નાં હિન્દૂ શ્રદ્ધાળુઓની અનેક લાંબી કતારો થી કોમી એકતા નું અદભૂત વાતાવરણ સર્જાયું હતું અત્રે ઉલ્લેખનીય છે કે ઘેરઘેર ગાય પાળો, ઘેરઘેર વૃક્ષ વાવો, સમાજ સેવા અને ભાઇચારા સાથે વ્યસનમુક્તિ માટે પણ ગાદીપતિ દ્વારા હાકલ કરવામાં આવેલ હતી આ અવસર નિમિત્તે પ્રસાદીનું આયોજન તેમજ ઉપવાસ વાળા શ્રદ્ધાળુઓ માટે ફળફળાદી ની વિશેષ વ્યવસ્થા કરવામાં આવી હતી.