દિનેશભાઇ અડવાણી
જયારે સ્થાનિક પોલીસની ભીસ કડક થાય છે ત્યારે વિદેશી દારૂની હેરાફેરી કરનારા બુટલેગરો અન્ય રસ્તાઓ શોધે છે.એવામાં સૌથી સારો અને સરળ રસ્તો ટ્રેનો દ્વારા વિદેશી દારૂની હેરાફેરી કરવાનો છે.બુટલેગરો સરળતા અને સહજતાથી લાંબા અંતરની ટ્રેનોમાં વિદેશી દારૂની હેરાફેરી કરતા હોય છે.ટ્રેનોના ડબ્બામાં કેટલીકવાર બિનવારસી જણાતા વિદેશી દારૂના જથ્થા પર બુટલેગરના માણસોની વોચ હોય છે. એટલું જ નહિ પરંતુ ક્યારે? ક્યાં? અને કેટલો? જથ્થો ઉતારવાનો છે તેનું વિગતવાર આયોજન કરવામાં આવ્યું હોય છે. રેલવે પોલીસ પણ આ બાબતે અજાણ હોતી નથી પરંતુ કાયદાની ચુંગલમાં બુટલેગરો આવતા નથી.રેલવે પોલીસ નજર અંદાજ કરતી હોય છે પરંતુ હાલમાંજ પશ્ચિમ એક્સપ્રેસ ટ્રેનમાંથી ૨૦ પેટી વિદેશી દારૂની પ્લેટફોર્મ નંબર-૨ પર વડોદરા સ્ટેશને ઉતરવામાં આવી હોવાની ઘટના બની છે.જે અંગે રેલવે પોલીસે એક ઈસમની અટક કરી છે.