ઇમરાન ઐયુબ મોદી-પાલેજ
જીસીઈઆરટી ગાંધીનગર પ્રેરિત ડાયટ ભરૂચ આયોજિત ભરૂચ જિલ્લા અને નગરપાલિકાની કુલ 918 પ્રાથમિક શાળાઓમાં ધોરણ ૧ થી ૫ માં આનંદદાયી અને પ્રવૃતિમય બાળમેળામાં ગીત સંગીત, અભિનય, બાળરમત, બાળવાર્તા, બાળનાટક, માટીકામ, છાપકામ, ચિત્રકામ, રંગપૂરણી, ગડીકામ, કાતરકામ, ચીટકકામ, ભરતગૂંથણ , જાદુ નગરી, ભાષા શિક્ષણ અને ગણિત શિક્ષણ વગેરે પ્રવૃત્તિઓ યોજાઈ તથા ધોરણ ૬ થી ૮ માં વિભાગવાર જેવી કે સર્જનાત્મકતા, ચાલો શીખીએ, સ્વચ્છતા, સ્વજાગૃતિ અને સુશોભન, વાંચન લેખન, અવલોકન પ્રવૃત્તિઓ, પર્યાવરણને જાણો – માણો અને જાળવો, હળવાશની પળોમાં સામાન્ય જ્ઞાન અને સમસ્યા ઉકેલ, સમૂહજીવન અને બાલ પ્રદર્શનમાં વિવિધ પ્રવૃત્તિઓ બાળકો દ્વારા યોજાઈ. તદ્દઉપરાંત મેટ્રિક મેળા અંતર્ગત ઓળખો અને કહો, વજન માપવું, ઉંચાઈ માપવી, સ્થાનકિંમત, ધનફળ શોધવું જેવા પ્રવૃત્તિઓ દ્વારા જિલ્લાના બાળકોમાં અભિવ્યકત થવાની તક, સુષુપ્ત શક્તિઓનો વિકાસ, સ્મૃતિ શક્તિ, કલ્પના શક્તિ, તર્ક શક્તિ વૈજ્ઞાનિક દ્રષ્ટિ, હકારાત્મક દ્રષ્ટિ જેવા ગુણોનો વિકાસ જોવા મળ્યો.