જીગર નાયક,નવસારી
મહાનગરપાલિકા અને ટ્વીનસીટીના લોલીપોપ બાદ રાજ્ય સરકારે નવસારીમાં નુડાની જાહેરાત કરી હતી જેમાંથી કેટલાક ગામોના આંદોલનોને લઈને ૯૯ ગામો માંથી ૮ ગામો રહી ગયા બાદ પણ રાજ્ય સરકારે નુડા યથાવત રાખતા જિલ્લાના બિલ્ડરો દ્વારા વિરોધ નોંધાઈ રહ્યો છે. છેલ્લા ૪ વર્ષથી અટકેલા કામોને લઈને બિલ્ડરોને પડતી અગવડતાઓ વધી જતા આજે આક્રોશ રેલી કાઢીને નાયબ કલેક્ટરના દ્વારે હૈયા વરાળ ઠાલવી હતી.
Advertisement
એસોસિએશનના ચેરમેન ભરતભાઇ સુખડીયા એ જણાવ્યું હતું કે નવસારી માં નુડા ને લઇ ને છેલ્લા કેટલા સમય થી એન.એ ની કામગીરી બંધ થઈ ગઈ છે જેને કારણે બિલ્ડરો ને નુકશાન વેઠવાનો વારો આવ્યો છે. સરકાર ને વિનંતી છે કે આ અંગે તત્કાલિક નિણર્ય લઈ ને શરતી એન.એ ની પ્રક્રિયા શરૂ કરે નહીં તો આગામી દિવસો માં બિલ્ડરોએ આત્મહત્યા કરવાનો વારો આવશે.