આસ્તિક પટેલ, ઓલપાડ
ઓલપાડ તાલુકાના દરિયાઇ કાંઠા વિસ્તારના પિંજરત ગામેથી રૂ.૨૦,૬૦૦ ની કિંમતની વિદેશી દારૂની બોટલ નંગ-૧૪૬ કરી ભાગી છુટેલા બુટલેગરને વોન્ટેડ જાહેર કર્યો છે.જા કે ઓલપાડ પોલીસ મથકની હદમાં વેચાતા દેશી-વિદેશી દારૂના વેપલા મામલે જિલ્લા પોલીસ વડાની તીસરી આંખ રડાર હેઠળ હોવાથી ઓલપાડ પોલીસની સતર્કતાના કારણે હાલમાં મોટાભાગના બુટલેગરો ભૂર્ગભમાં ઉતરી જતા દારૂના વ્યસનની લત ધરાવતા વ્યસનીઓમાં ચિંતાના વાદળ ઘેરાયા છે.
વિગત મુજબ મંગળવારે મોડી સાંજે ઓલપાડ પોલીસ મથકના અ.હે.કો.ભાવસિંગ માનસિંગને ખાનગી રાહે બાતમી મળી હતી કે તાલુકના પિંજરત ગામના રાંગ ફળિયામાં રહેતો બુટલેગર પ્રકાશ નરોત્તમ પટેલ વિદેશી દારૂનો વેપલો કરી રહ્યો છે.આ બાતમીના પગલે પોલીસે મોડી સાંજે ૭ઃ૧૫ કલાકના સુમારે છાપો મારતા બુટલેગરના ઘરના વાડામાં સંતાડેલ ભારતીય બનાવટના વિદેશી દારૂની બોટલ તથા બિયરના ટીન મળી કુલ ૧૪૬ નંગ,જેની કિંમત રૂ.૨૦,૬૦૦ ઝડપી લીધા હતા.જા કે પોલીસની રેડ પડતા જ બુટલેગર પ્રકાશ પટેલ પોલીસને ચકમો આપી ભાગી છુટ્યો હતો.જ્યારે પોલીસે વિદેશી દારૂની તપાસ કરતા આ દારૂ પાસ પરમીટ વિનાનો જણાતા પોલીસે રૂ.૨૦,૬૦૦ નો મુદ્ામાલ કબજે કરી બુટલેગર પ્રકાશ પટેલ વિરૂધ્ધ પ્રોહિબીશન એક્ટ-૬૫,ઇ મુજબ ગુનો નોંધી તેને ઝડપવાના ચક્રો ગતિમાન કર્યા છે.