Proud of Gujarat
FeaturedGujarat

આખરે ઓલપાડ-સાયણ-કીમ નાગરિક ધિરાણ સહકારી મંડળીના એજન્ટ સામે પોલીસ ફરિયાદ નોંધાઇ…

Share

આસ્તિકભાઈ પટેલ ઓલપાડ

ધી ઓલપાડ-સાયણ-કીમ નાગરિક ધિરાણ કરનારી સહકારી મંડળીના એજન્ટ જીતેન્દ્ર પી.પટેલે સભાસદોના ડેઇલી રિકરીંગ ડીપોઝીટના ઉઘરાવેલ નાણાં રૂ.૩૪,૮૦,૮૪૦ ની રકમ મંડળીમાં જમા ન કરાવી સભાસદો અને મંડળી સાથે વિશ્વાસઘાત,છેતરપિંડી કરવાના કોભાંડમાં આખરે ઓલપાડ પોલીસે એજન્ટ સામે ગુનો નોંધ્યો છે.જા કે મંડળીના ચેરમેન સન્મુખ ઢીમ્મરે આ કોભાંડમાં મંડળીના સાયણ સ્થિત પાંચ સ્થાનિક ડિરેક્ટરો સહિત અન્ય બે આરોપીઓ પણ શંકાના દાયરામાં હોવાની પોલીસ ફરિયાદ કરેલ હોવા છતાં પોલીસે માત્ર એજન્ટ સામે જ ગુનો નોંધતા પોલીસની કામગીરી પણ શંકાના દાયરામાં આવી જવા પામી છે.જો કે પોલીસે હાલ તો એજન્ટ સામે ગુનો નોંધી તપાસ હાથ ધરી હતી.

Advertisement

વિગત મુજબ ઓલપાડ તાલુકામાં વેપારી-ધંધાકીય વર્ગના સભાસદોને લોન ધિરાણ કરનારી તાલુકાની સૌથી મોટી શરાફી સહકારી મંડળી ધી ઓલપાડ-સાયણ-કીમ નાગરિક સહકારી મંડળી કાર્યરત છે.આ મંડળીની હેડ ઓફિસ ઓલપાડના કરશનપરામાં,જ્યારે બ્રાન્ચ ઓફિસો સાયણ અને કીમમાં આવેલ છે.આ મંડળીમાં સાયણ-ગોથાણ રોડ ઉપર આવેલ ઓમનગર સોસાયટીના મકાન નંબર-૧૨ માં રહેતો જીતેન્દ્ર પરસોત્તમ પટેલ સાયણના સભાસદો પાસેથી લોન વસુલાત અને ડેઇલી રિકરીંગના નાંણા ઉઘરાવવા સને-૨૦૧૩ થી એજન્ટ તરીકે નોકરી કરતો હતો.આ એજન્ટે ગત તા-૩૦-૮-૨૦૧૮ થી તા-૨૩-૫-૨૦૧૯ ના સમયગાળા દરમ્યાન મંડળીના સાયણ સ્થિત સભાસદો પાસેથી રૂ.૩૪,૮૦,૮૪૦ જેટલી રકમ રિકરીંગ ડીપોઝીટ તરીકે ઉઘરાવી હતી.પરંતુ કોભાંડી એજન્ટે આ રકમ મંડળીની ઓફિસમાં જમા કરાવવાના બદલે ગજવે ઘાલી ત્રાગડ-ધિન્ના કર્યા હતા. જા કે રિકરીંગ ખાતાની પાકતી મુદતે જ્યારે સભાસદો મંડળીની ઓફિસમાં ડીપોઝીટ રકમ પરત લેવા ગયા ત્યારે સમગ્ર કોભાંડ બહાર આવ્યું હતું. આ મામલે મંડળીની બોર્ડે કોભાંડી એજન્ટ પાસેથી ઉચાપત રકમ વસુલાતની બાંંહેધરી લઇ અનેક પ્રયાસો કરવા છતાં તે નિષ્ફળ ગયા હતા.આ પ્રયાસમાં સાયણ સ્થિત મંડળીના પાંચ ડિરેક્ટરોની ભૂમિકા પણ શંકાસ્પદ રહેતા આખરે મંડળીના ચેરમેન સન્મુખ ગોવિંદ ઢીમ્મરે ગત તા-૨૭,જુનના રોજ કોભાંડી એજન્ટ જીતેન્દ્ર પટેલ,તેની પત્ની હીના,એજન્ટના જામીનદાર અજય પટેલ સહિત મંડળીના સાયણ સ્થિત પાંચ ડિરેક્ટરો સામે વિશ્વાસઘાત અને છેતરપિંડીની પોલીસ ફરિયાદ અરજી આપી હતી. હાલ તો પોલીસે એજન્ટ જીતેન્દ્ર પી.પટેલ સહિત તપાસમાં માલુમ પડે તે અન્ય આરોપીઓ સામે ઇપીકો કલમ-૪૦૬,૪૦૯,૪૨૦ મુજબ ગુનો નોંધી વધુ તપાસ પીએસઆઇ એસ.ડી.ધોબી કરી રહ્યા છે.

આ કોભાંડમાં સાયણના કયા-કયા પાંચ ડિરેક્ટરો સહિત અન્ય શકમંદો શંકાના દાયરામાં ? 

મંડળીના કોભાંડી એજન્ટ જીતેન્દ્ર પી.પટેલ સહિત તેની ધર્મપત્ની હીના પટેલ,એજન્ટના જામીનદાર અજય પટેલ અને આ મંડળીના સાયણ સ્થિત સ્થાનિક ડિરેકટરો પૈકી મુકેશ નાથુ પટેલ,ચેતન શાહ,હેમંત ડી.પટેલ,ભીખા પ્રજાપતિ અને કાંતિલાલ સોલંકીને આરોપી બનાવવા મંડળીના ચેરમેને પોલીસ ફરિયાદ અરજી આપી હતી,પરંતુ પોલીસે તમામ આરોપીઓ સામે છેતરપિંડી,વિશ્વાસઘાતનો ગુનો નોંધવાના બદલે હાલમાં તો માત્ર એજન્ટને જ આરોપી બનાવી અન્ય આરોપીઓ સાથે કુલડીમાં ગોળ ભાંગી ભીનું સંકેલવાનો પ્રયાસ કરી રહી હોવાની લોકમુખે ચર્ચાઇ રહ્યું છે.જ્યારે મંડળીના સભાસદો શકમંદ પાંચ સ્થાનિક ડિરેક્ટરો ઉપર સવાલ ઉઠાવી રહ્યા છે કે,દર માસે મંડળીની મળતી બોર્ડ મિટીંગમાં સભાસદોની ડિપોઝીટ રકમ જમા થાય છે કે નહીં તેની ચકાસણી કરવામાં તેઓ ઉંઘતા ઝડપાયા છે કે પછી આરોપીને છાવરી રહ્યા છે.જોકે આ કોભાંડમાં મંડળીના વહીવટકર્તાઓ સહિત મેનેજરની પણ ઉલટ-તપાસ કરવામાં આવે તો હજુ વધુ રકમનું કોભાંડ બહાર આવવાની શક્યતા નકારી શકાય તેમ નથી. 

કોભાંડી એજન્ટે કોસાડ આવાસ પાસે પાંઉવડાની લારી શરૂ  કરી હાથ ઉંચા કરી દીધા.

આ મંડળીમાં નાણાંકીય ઉચાપતનો મુખ્ય કોભાંડી જીતેન્દ્ર પી.પટેલે એક માસ અગાઉ જ કોસાડ આવાસ ચાર રસ્તા પાસે પાંઉવડાની લારી ચાલુ કરી હાથ ઉંચા કરી દેતા સભાસદોની લાખો રૂપિયાની રકમ વસુલાત થાય તેવા કોઇ અણસાર જણાતો નથી.જોકે ત્યાં પણ પાંઉવડાની લારી ચલાવતા અન્ય લારીચાલકો કરતા ઓછા ભાવે પાંઉવડાનું વેચાણ કરવાના પગલે અગાઉ બબાલ મચી હતી.  


Share

Related posts

વલસાડમાં ધોરણ-10ની પૂરક પરીક્ષા આપતો ડમી વિદ્યાર્થી રંગેહાથ ઝડપાયો…

ProudOfGujarat

બોડી બિલ્ડીંગ ક્ષેત્રે અંકલેશ્વરની નેહા પુજારાની ઊંચી ઉડાન, ગોલ્ડ મેડલ જીતી જિલ્લાનું ગૌરવ વધાર્યું.

ProudOfGujarat

વિરમગામ પ્રાન્ત અધિકારીને અધિક કલેક્ટરનું પ્રમોશન મળતા રામમહેમ મંદિરના મહંતે અભિનંદન પાઠવ્યા

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!