દિનેશભાઈ અડવાણી
આજરોજ વહેલી સવારે ઉછાલી ગામ પાસેથી પસાર થતી અમરાવતી નદી ના પાણીમાં લાલ કલર નું કેમિકલયુક્ત પાણી ફરી જતા જળચર પ્રાણીઓ ના મૃત્યુ થયા છે.અને 10.12 કિલો જેવું વજન ધરાવતા મોટા જળચર પ્રાણીઓ ના મૃત્યુ થયા છે. આ પ્રદુષિત પાણી હાલ ક્યાંથી આવ્યો છે એ તપાસનો વિષય છે.
પ્રકૃતિ સુરક્ષા મંડળના શ્રી હરેશભાઈ દ્વારા આ બાબતની ફરિયાદ જી.પી.સી.પી ને કરવા વિભાગીય અધિકારી ત્રિવેદી સાહેબ ને તેમના મોબાઈલ પર સમ્પર્ક કરવાની કોશિશ કરાઈ હતી જ્યાં તેમણે ગઈ કાલે અને આજે પણ ફોન ઉપાડ્યો ના હતો . આમ શનિ-રવિ ની અધિકારીઓ ની રજાઓ માં બનતી આ ઇરાદાપૂર્વક ની ઘટનાઓ માં કાર્યવાહી થતી નથી અને જ્યારે તપાસ કરવા ટિમ આવે ત્યારે ઘણું વિલંબ થઈ જવાથી ઘટના ના કારણો શોધી શકાતા નથી જે દુઃખદ અને ગમ્ભીર બાબત છે.
હાલ સ્થાનિકો દ્વારા આ માછલીઓ ને પકડી ખોરાક તરીકે ઉપયોગ માં લેવાશે જે તેમના સ્વાસ્થ્ય માટે પણ હાનિકારક થઈ શકે છે. આ પાણીથી ભૂગર્ભજળ પણ ખરાબ થાય છે અને પર્યાવરણને ગંભીર નુકસાન થતું આવ્યું છે વારંવારની થતી આ ઘટનાઓની તપાસ કરી કાયમી આ સમસ્યાનું કાયમી નિરાકરણ આવે એવી લોક લાગણી છે.