Proud of Gujarat
EducationFeaturedGujarat

ગોયાસુંડલ પ્રા. શાળામાં બાળસંસદ શાળા પંચાયતની ચૂંટણી યોજાઈ.

Share

પંચમહાલ રાજુ સોલંકી .

પંચમહાલ જીલ્લાના ઘોઘંબા તાલુકાની ગોયાસુંડલ પ્રા.શાળામાં બાળસંસદ શાળા પંચાયતની ચૂંટણી યોજવામાં આવી હતી.જેમાં શાળાના બાળકોએ ઉત્સાહ પૂર્વક ભાગ લીધો હતો.આ ચૂંટણીની ખાસિયત એ હતી કે ચૂંટણી બેલેટથી કરવામાં આવી હતી.ત્યારબાદ ચૂંટણીનું પરિણામ જાહેર કરવામાં આવ્યું હતું.

Advertisement

બાળસંસદ ચૂંટણીમાં મહામંત્રી(જી.એસ.) અનિલકુમાર કે.(ધો-૮) અને મહામંત્રી (એલ.આર.) કન્યામાં પરમાર પારૂલબેન ડી. (ધો-8) વિજેતા થયા હતા.

પ્રાર્થનામંત્રીમાં બારીઆ પિંકલબેન એ.,ભોજનમંત્રીમાં ચૌહાણ નિપુલકુમાર આર.,સફાઈમંત્રીમાં પરમાર વિપુલભાઈ બી. અને પુસ્તકાલયમંત્રીમાં બારીઆ ઉમિયાબેન એસ.વિજેતા થયા હતા.

બાળસંસદ ચૂંટણી લોકશાહી ચૂંટણી નિયમો મુજબ થઈ હતી. તેમાં બાળકોએ ચૂંટણી સ્ટાફ તરીકે ફરજ બજાવી હતી. જેમાં પ્રિસાઈડીંગ-બારીઆ મહેશભાઈ કે.,મદદનીશ પ્રિસાઈડીંગ-પરમાર બ્રિજેશકુમાર આર.,પોલિન્ગ ઓફિસર-૧-નાયકા ગીતાબેન આર., પોલિન્ગ ઓફિસર-૨-બારીઆ ઉમિયાબેન એસ.,પટાવાળા -પરમાર જયંતિકુમાર એન.રહ્યા હતા અને સરસ કામગીરી બજાવી હતી.

આ ચૂંટણી પ્રક્રિયાથી બાળકોને ચૂંટણી આયોજન,વોટ કેવી રીતે અપાય,વોટનું મહત્વ,લોકશાહીનું મહત્વ,ઉમેદવારની પસંદગી,
નોટાની માહિતી,મત ગણતરી,પરિણામની જાહેરાત,રદ વોટ એમ કરી સમગ્ર ચૂંટણી માળખું કેવું હોય,તેમાં શું શું થતું હોય છે તેનું ઉદાહરણ પૂરું પાડવામાં આવ્યું હતું.જેમાં બાળકો પ્રેક્ટિકલ કરી આ બધું શીખ્યા હતા અને પોતાની સમજ પાકી કરી હતી.

શાળાના શિક્ષકોમાંથી પ્રવીણ ખાંટે બાળકોને ચૂંટણી માળખાની સમજ અને માર્ગદર્શન પૂરું પાડ્યું હતું તેમજ બાળકોને લોકશાહીમાં ચૂંટણીની અને વોટની અગત્યતા સમજાવી હતી.
શિક્ષકો અનિલ ડામોર,રાજેન્દ્ર બારીઆએ સુચારુ આયોજનમાં સહકાર પૂરો પાડ્યો હતો.આચાર્ય શનાભાઈ રાઠોડે સૌ વિજેતા ઉમેદવારોને શુભેચ્છાઓ પાઠવી હતી.


Share

Related posts

નાનકડા ગામના ત્રણ મિત્રોએ જુદા-જુદા વિષયમાં પી.એચ.ડી ની ડિગ્રી હાસિલ કરી…

ProudOfGujarat

મત્સ્ય ઉદ્યોગમાં ડીઝલ સબસીડી અને પુરતા ભાવ ન મળતાં હજારો માછીમારો અચોક્કસ મુદ્દતની હડતાળ પર

ProudOfGujarat

મિસ યુનિવર્સ દરમિયાન ઈઝરાયેલના વડાપ્રધાન એ ભગવદ ગીતા આપતાં ઉર્વશી રૌતેલાને ચાહકો દ્વારા ‘મધર ઈન્ડિયા’નું બિરુદ આપ્યું હતું.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!