દિનેશભાઇ અડવાણી
ભરૂચ ખાતે ભરૂચ જિલ્લા ન્યાયાલય તેમજ તાલુકા કોર્ટોમાં તારીખ ૧૩/૭/૧૯ ના રોજ લોકઅદાલત યોજવામાં આવી હતી.જેનું ઉદ્દઘાટન વર્ગ-૪ ના કર્મચારીઓના હસ્તે દીપપ્રાગટ્ય કરી કરવામાં આવ્યું હતું.રાષ્ટ્રીય કાનૂની સેવા સત્તા મંડળ નવી દિલ્હીના આદેશ અનુસાર અને ગુજરાત રાજ્ય કાનૂની સેવા સત્તા મંડળ અમદાવાદના ઉપક્રમે ભરૂચ જિલ્લા કાનૂની સેવા સત્તા મંડળના ઇન્ચાર્જ ચેરમેન સમીર.વી.વ્યાસના માર્ગદર્શન હેઠળ તેમજ જે.ઝેડ.મેહતા સેક્રેટરી જિલ્લા કાનૂની સેવા સત્તા મંડળના સંચાલન હેઠળ નેશનલ લોકઅદાલતનું આયોજન કરવામાં આવ્યું હતું.જેની સેવાઓથી ન્યાયતંત્ર દ્વારા યોજાતા કાર્યક્રમો સફળતાપૂર્વક પાર પડે છે તેવા વર્ગ-૪ ના કર્મચારીના પ્રતિનિધિ અંબાલાલ વાઘેલા(હવલદાર),મહેશભાઈ પરમાર (નાયક), શદીદુદ્દીન શેખ (પટાવાળા) ,ઉમરફારૂક મન્સૂરી(પટાવાળા) અને અમિત મારુ(પટાવાળા) ના હસ્તે દીપપ્રાગટ્ય કરી લોકઅદાલત ખુલી મુકવામાં આવી હતી.સમગ્ર જિલ્લામાં લોકઅદાલત ,સ્પેશ્યલ સીટિંગ ,પ્રિલીટીગેશન સહીત કુલ ૮૫૪૩ કેસો સમાધાનથી નિકાલ અર્થે મુકવામાં આવેલ છે.