દિનેશભાઈ અડવાણી
અંકલેશ્વર-પાનોલી ઔધોગિક એકમોમાં સેફ્ટીના અભાવે અકસ્માતોની ઘટનાઓ દિન-પ્રતિદિન વધી રહી છે. ત્યારે ગુરુવારના રોજ અંકલેશ્વર જી.આઈ.ડી.સી માં આવેલ રીગલ રેમિક કંપનીમાં દેવેન્દ્ર કમલેશ રાય ત્રણ માળની બિલ્ડીંગ ઉપર કામગીરી કરી રહ્યો હતો તે વેળા તે નીચે પટકાતા તેને માથાના ભાગે ગંભીર ઈજાઓ પહોંચતા તેને સારવાર અર્થે અંકલેશ્વરની ખાનગી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો હતો.જ્યાં તેનું ટુંકી સારવાર બાદ કરુણ મોત નીપજ્યું હતું. બનાવ અંગે કામદાર નેતા રજની સિંગે આક્રોશ વ્યક્ત કરી સેફટીના સાધનો નહી વસાવતી કંપનીઓ સામે પગલા ભરવામાં આવે તેવી માંગ કરી છે. અત્રે ઉલ્લેખનીય છે કે અવારનવાર ઔદ્યોગિક વસાહતોમાં અકસ્મતોની ઘટનાઓ સામે પગલા લેવાને બદલે તંત્ર ચુપકીદી કેમ સાંધે છે તે પ્રશ્ન લોકોમાં ચર્ચાઈ રહ્યો છે.
Advertisement