દિનેશભાઈ અડવાણી
મળતી માહિતી અનુસાર અંકલેશ્વરના જલારામ સોસાયટી વિસ્તાર પાસે રહેતા નીતિશભાઈ મોદી તારીખ 29 જુનના રોજ અંકલેશ્વર ની જૂની મામલતદાર ઓફીસ ની સામે આવેલ વિજય પેટ્રોલ પંપ ઉપર ઇનોવા ગાડી લઇ ડીઝલ પુરાવા માટે ગયા હતા. વિજયભાઈએ પેટ્રોલ પંપના ના કર્મચારી ને પોતાની ઈનોવા ગાડી ની ડીઝલ ટેન્ક ફૂલ કરવા માટે જણાવ્યું હતું પરંતુ મીટર જીરો કરતા પહેલાં જ પેટ્રોલ પંપના કર્મચારીએ ડીઝલ પુરવાનું ચાલુ કરી દીધું હતું. ત્યારબાદ નીતીશભાઈ ને ૫૮ લીટર નું બિલ બનાવી ૩૯૨૦ રૂપિયાની અમાઉન્ટ માંગી હતી, ત્યારે નીતીશભાઈએ પેટ્રોલ પંપ ના કર્મચારી સાથે વાદવિવાદ કરતાં જણાવ્યું હતું કે મારી ઈનોવા ગાડી ની ડીઝલની ટેન્ક ૫૫ લીટર ની હોય અને આપશ્રી ૫૮ લીટર ડીઝલ નું બિલ કેવી રીતના બનાવી શકો..? ત્યારે વિજય પેટ્રોલ પંપ ના કર્મચારીએ નીતીશ ભાઈ ને અભદ્ર ભાષામાં વાત કરી તમારાથી થાય એ તોડી લેજો તેવા શબ્દોનો પ્રયોગ કરી નીતીશ ભાઈ સાથે ગેરવર્તાવ કર્યો હતો.નિતેશભાઇએ ઘટનાની જાણ તેમના પિતાશ્રી ને કરી હતી ત્યારબાદ તેમના પિતા શ્રી પણ વિજય પેટ્રોલ પંપ ઉપર આવી પેટ્રોલ પંપ ના કર્મચારી સાથે વાતચીત કરવાનો પ્રયાસ કર્યો હતો પરંતુ પેટ્રોલપંપના કર્મચારીએ તેમની સાથે પણ ગેરવર્તાવ કરી જવાનું કહ્યું હતું. ત્યારબાદ નીતીશ ભાઈ તથા તેમના પિતા એ અંકલેશ્વરના મામલતદારશ્રીને રજૂઆત કરી હતી પરંતુ આજ દિન સુધી કોઈ નિકાલ ન આવતા છેવટે નીતીશ ભાઈ તથા તેમના પિતાએ મીડિયા સમક્ષ પોતાનો ગુસ્સો વ્યક્ત કર્યો હતો અને આવા પેટ્રોલ પંપ ને સીલ કરી દેવામાં આવે તેવી પણ માગણી કરવામાં આવી હતી.