પંચમહાલ, રાજુ સોલંકી
પંચમહાલ જીલ્લાના વડામથક ગોધરા શહેરનો સિમલા વિસ્તારમાં ફોરવ્હીલર ગાડીના ગેરેજો અને કબાટી માર્કેટ આવેલુ છે.જે સિમલા ગેરેજથી પણ જાણીતુ છે.આજે સવારે એકાએક તંત્ર દ્વારા જેસીબી મશીન સાથે દબાણો દુર કરવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી.હાલ આ વિસ્તારમાથી ભામૈયા વિસ્તારથી પરવડી વિસ્તાર સુધી બાયપાસ રોડ બનાવાની જાહેરાત કરવામા આવતા તંત્ર દ્વારા આ પગલુ લેવામાં આવી રહ્યુ હોવાનુ જાણવા મળી રહ્યુ છે.
ગોધરા શહેરમાં વધી રહેલા ભારે ટ્રાફ્રિકને કારણે હવે ઓવરબ્રીજની આગામી બનવા જઈ રહ્યો છે.ત્યારે આસપાસના આવેલા રિંગરોડ પર પણ ટ્રાફ્રિકના વધતા ભારણને કારણે હવે તંત્ર દ્વારા બાયપાસ રોડ બનાવામા આવી રહ્યો છે,ગોધરાના છેવાડે આવેલા ભામૈયાથી પરવડી બાયપાસ સુધી આ નવિન રોડ ૧૫ કરોડ રૂપિયાના ખર્ચે બનાવામાં આવનાર છે.ત્યારે તેની આગોતરી કામગીરીના ભાગરુપે ગોધરા શહેરમાં ઓટોમોબાઇલ મેન્યુફેકચરીંગ તરીકે અને શીમલા ગેરેજ તરીકે જાણીતા વિસ્તારમાં આજે સવારે તંત્ર દ્વારા અહિના દબાણો દૂર કરવાની કવાયત હાથ ધરવામાં આવી હતી. આ વિસ્તારમાં મોટા ભાગે વ્હીકલ ગેરેજો અને ફોર વ્હીલરગાડીઓના કબાડી ખાના આવેલા છે.સિમલા વિસ્તારના દબાણો હટાવાવાની કામગીરી તંત્ર દ્વારા હાથ ધરવામાં આવી.દબાણહટાવ કામગીરી દરમિયાન પોલીસનો ચુસ્ત બંદોબસ્ત રાખવામાં આવ્યો હતો.અને જેસિબી મશીન વડે દબાણો દૂર કરવામાં આવ્યા હતા. આ રોડ બનવાથી સીમલા રોડ વિસ્તારમાં ટ્રાફિકનૂ ભારણ ઓછુ થશે.