Proud of Gujarat
FeaturedGujarat

અંકલેશ્વર-હાંસોટ માર્ગ પર વરસાદી માહોલ વચ્ચે બે થી ત્રણ વૃક્ષો ધરાશાયી થતા વાહન ચાલકોને ભારે હાલાકી વેઠવાનો વારો આવ્યો હતો.

Share

દિનેશભાઇ અડવાણી

અંકલેશ્વર શહેરમાં સતત બીજા દિવસે પવનના સુસવાટા અને ગાજવીજ સાથે વરસાદ તૂટી પડ્યો હતો.જેના પગલે અંકલેશ્વર-હાંસોટને જોડતા મુખ્ય માર્ગ ઉપર આવેલ બે થી ત્રણ વૃક્ષો માર્ગ પર જ ધરાશાયી થતા દોડધામ મચી જવા પામી હતી.તોતિંગ વૃક્ષો તૂટી પડવાથી વાહન ચાલકોને અવરજવર માટે ભારે હાલાકી વેઠવાનો વારો આવી રહ્યો છે.ગત મોડી રાતે તૂટી પડેલા વૃક્ષોને દુર કરવા અધિકારીઓ નહી ફરકતા વાહન ચાલકો રોષ ઠાલવી રહ્યા છે ત્યારે આ મુખ્ય માર્ગ ઉપર ઘણા બધા વૃક્ષો એવા છે જેને વરસાદ પહેલા ઉતારી લેવા જોઈતા હતા પરંતુ તંત્રની આળસને પગલે વૃક્ષો ઉતારવામાં નહી આવતા લોકો ભય અનુભવી રહ્યા છે. તંત્ર વહેલી તકે અકસ્માત નોતરે તેવા વૃક્ષોને ઉતારી લેવા રાહદારીઓ માંગ કરી રહ્યા છે.

Advertisement


Share

Related posts

ભાવનગરમાં ચકાસણી કામગીરીમાં 123 ઇવીએમ-વીવીપેટ રીજેક્ટ

ProudOfGujarat

ચેટી ચાંદ નિમત્તે ઝુલેલાલ હોસ્પીટલ ખાતે સર્વ રોગ નિદાન કેમ્પ નુ થયેલ આયોજન

ProudOfGujarat

ખુશી અને ગર્વ સાથે, વરુણ ભગતે અંદેખી 3 ની સફળતા વ્યક્ત કરી

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!