દિનેશભાઇ અડવાણી
આમોદ જંબુસર નો રોડ હાલ માં જ બનેલો છે. જ્યાં રોડની સાઈડમાં ગટરો બનાવવામાં આવી છે અને તેની બાજુમાં સર્વિસ રોડ બનાવવામાં આવ્યો છે. આ રોડની કામગીરી હજુ પુર્ણ થયાને બે મહિનાનો સમયગાળો પૂર્ણ નથી થયો ત્યાંતો ગાડીઓ રોડ તૂટીને ફસાવવા નું ચાલું થઇ ગયું છે.આઇસર ટેમ્પાનું ટાયર ફસાતા રોડ કોન્ટ્રાક્ટર દ્વારા થયેલ ભ્રષ્ટાચારની પોલ ખુલી ગઈ છે તેમ લોકો કહી રહ્યા છે .ગટર ના સળિયા દેખાઈ રહ્યા છે ખૂબ જ નાજુક કામ કરી ને રોડ કોન્ટ્રાક્ટરો ભ્રષ્ટાચાર આચરી રહ્યા હોય તેવી લોક મુખે ચર્ચાઓ થઈ રહી છે.આમોદ જંબુસર રોડ ને બનતા હજુ ટુક જ સમય થયો છે અને આવી હાલત થવા લાગી છે તો આવનારા દિવસો માં શુ હાલત થશે એ એક ચર્ચા નો વિષય બનવા પામ્યો છે.
Advertisement