Proud of Gujarat
Crime & scandalFeaturedGujarat

ભરૂચ સ્પેશીયલ ઓપરેશન ગૃપની ટીમે બાતમીના આધારે મકતમપુર કૃષિ યુનિવર્સિટી રોડ ઉપરથી બિન અધિકૃત રૂ.ર૦,૧૦,૦૦૦ની રોકડ સાથે બે શખ્સોની ધરપકડ કરી હતી.

Share

દિનેશભાઈ અડવાણી

પ્રાપ્ત માહિતી અનુસાર ભરૂચ સ્પે.ઓપરેશન ગૃપની ટીમને ભરૂચમાં આવેલ કૃષિ યુનિવર્સિટી, મકતમપુર પાસેથી એક્ટિવા ઉપર બે શખ્સો નાણાં સાથે જતા હોવાની બાતમી મળી હતી જેના આધારે એસ.ઓ.જી.ની ટીમે કૃષિ યુનિવર્સિટી તરફ દોડી આવી એક્ટિવા નં.જીજે–૧૬–સીએ–૭ર૩૭ પર પસાર થતા અંકલેશ્વરના નવી નગરી સામે શિલ્પકૃતિ એપાર્ટમેન્ટમાં રહેતા પંકજ નટવરલાલ માવાણી અને ભરૂચના લલ્લુભાઇ ચકલા ખાતે સરદાર એપાર્ટમેન્ટમાં રહેતા ફુલચંદ નારણભાઇ પટેલને અટકાવી તલાશી લેતા તેમની પાસેથી અલગ–અલગ દરની કુલ રૂપયા ર૦,૧૦,૦૦૦ની ચલણી નોટો મળી આવી હતી. તેમની પાસેથી આ નાણાંના કોઇ આધાર પુરાવા મળી આવ્યા ન હતા. પોલીસે તેની અંગઝડતી લેતા રૂ.પ૦,૦૦૦ રોકડા વીવો કંપનીનો મોબાઈલ ફોન કિં.રૂ.૧૦,૦૦૦ સેમસંગ કંપનીનો મોબાઈલ કિં.રૂ.પ૦૦ એકિટવા રૂ. રપ૦૦૦ મળી કુલ રૂપિયા ર૦,૯પ,પ૦૦નો મુદૃમાલ કબજે લઈ બંનેની ધરપકડ કરી તેમની સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

Advertisement


Share

Related posts

સુધા મૂર્તિ બનાવશે બાળકનો અભ્યાસક્રમ, NCERT એ સોંપી મોટી જવાબદારી

ProudOfGujarat

આજરોજ વરનામાં પોલીસ સ્ટેશન માં લોકદરબાર યોજવામાં આવ્યો હતો.

ProudOfGujarat

ગોધરા તાલુકાના છકડીયા ગામે કોંગ્રેસનો સ્નેહ મિલન સમારોહ યોજાયો.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!