દિનેશભાઇ અડવાણી
હાલ સુરતની ઘટના બાદ સમગ્ર ગુજરાતમાં સુરક્ષાને લઈને ગુજરાત સરકાર થોડાક સમય માટે એક્શન માં આવી હતી પરંતુ સમય જતાં જ રાબેતા મુજબ લોકો પોતાનું કામ કરતા થઈ ગયા છે અને ફરી એકવાર અંકલેશ્વરની વાલીયા ચોકડી પાસે ખાનગી વાહનો મુસાફરો ને મોતની સવારી કરાવી રહ્યા હોય તેવા દ્રશ્યો જોવા મળી રહ્યા છે.અંકલેશ્વરના ટ્રાફિક પોલીસ કર્મી ઉપર તથા તંત્ર ઉપર સવાલો ઉઠી રહ્યા છે.આ દ્રશ્યો જોતા લાગી રહ્યું છે કે અંકલેશ્વર તંત્ર કોઇ મોટી દુર્ઘટના ની રાહ જોઈ રહ્યું હોય હાલ તો એવુજ લાગી રહ્યું છે.વારંવાર વાલીયા ચોકડી પાસે ખાનગી વાહનો મુસાફરોને બેફામ બેસાડી જીંદગી અને મોતની સવારી કરી રહ્યા છે અને બિન્દાસપણે એ ડ્રાઇવરો ટ્રાફિક પોલીસના જવાનોની સામે થી પસાર થઈ રહ્યા છે. ક્યારે આવા ગેરકાયદેસર રીતે ચલાવવામાં આવતા વાહનના ડ્રાઈવરોની અટકાયત કરવામાં આવશે અને કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે. તત્રં આ અંગે શુ પગલાં ભરે છે તે તો આવનારો સમય જ બતાવશે.