દિનેશભાઇ અડવાણી
ભરૂચ જિલ્લા પોલીસ વડા રાજેન્દ્રસિંહ ચુડાસમાની સુચના મુજબ જિલ્લામાં બનેલ ગુનાઓમાં નાસતા ફરતા આરોપીઓને શોધી કાઢવા તેમજ જિલ્લામાં બનતા મિલકત સંબંધી તથા વાહન ચોરીઓ અંગેના ગુનાઓ શોધી કાઢવા અંગેની ઝુંબેશ હાથ ધરવામાં આવી છે.જે અનુસંધાને પો.સ.ઇ વાય.જી.ગઢવીના માર્ગદર્શન હેઠળ ભરૂચ પેરોલ ફલૉ સ્કોડની ટીમના માણસો ભરૂચ રૂરલ પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતા તે દરમિયાન મળેલ બાતમી આધારે અગાઉ વાહનચોરીના ગુનામાં પકડાયેલો રીઢો ગુનેગાર મેહમુદ અબ્દુલ્લા વલી પટેલ રહે,સરનાર તાલુકો જીલ્લો.ભરૂચ ને વ્હાલું ગામ પાસેથી બે ચોરીની મોટરસાયકલ સાથે શકમંદ હાલતમાં ઝડપી પાડ્યો હતો.તપાસ દરમિયાન તેની પાસેથી અન્ય સાત મોટરસાયકલ કબ્જે કરવામાં આવી હતી.પકડાયેલ આરોપીને સી.આર.પી.સી કલમ ૪૧(૧)ડી મુજબ અટક કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.આરોપીની વધુ પૂછપરછ કરી ભરૂચ જિલ્લામાં બનતા વાહનચોરીના ગુના શોધી કાઢવા તપાસ હાથ ધરવામાં આવી છે.આરોપીનો ગુનાહિત ઇતિહાસ જોતા વર્ષ ૨૦૧૭ મા ભરૂચ શહેર એ-ડીવીઝન પોલીસ સ્ટેશનમા ૧૮ થી વધુ વાહનચોરીના ગુનામાં પકડાયેલ હતો.
આરોપી પાસેથી કબ્જે કરાયેલ મોટરસાયકલો
(૧).હોન્ડા સી.ડી ડીલક્ષ GJ-6 CR 606
(૨).સ્પ્લેન્ડર પ્લસ GJ-23 8568
(૩).પેશન પ્લસ GJ-16 AH 319 (સાચો નંબર-GJ 16 AH 31912 )
(૪).બજાજ ડિસ્કવર GJ-4 BM 927(સાચો નંબર-GJ4 BM 8927 )
(૫)સ્પ્લેન્ડ GJ-5 GM 3516(સાચો નંબર-GJ 5 HK 3128 )
(૬).હોન્ડા સાઈન GJ-1 SG 604 (સાચો નંબર-GJ-1 SG 9604 )
(૭).એકટીવા GJ-16 BD 0050 (સાચો નંબર-GJ 5 GC 2054 )
આ તમામ કબ્જે કરેલ મોટરસાયકલ અંગેના ગુનાઓ સુરત શહેર કાપોદ્રા પોલીસ સ્ટેશન,સુરત શહેર ઉમરા પોલીસ સ્ટેશન,સુરત શહેર ખટોદરા પોલીસ સ્ટેશન અને ભરૂચ શહેર એ-ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે IPC કલમ ૩૭૯ મુજબના ગુનાઓ દાખલ કરવામાં આવ્યા છે.
ઉપરોક્ત કામગીરી ભરૂચ પેરોલ ફલૉ સ્કોડના HC ઈરફાન અબ્દુલ સમદ,HC જયેન્દ્રસિંહ મહોબતસિંહ,HC મગનભાઈ દોલાભાઈ,HC અનિલભાઈ રામજીભાઈ,પોકો નીલેશભાઈ નારસિંગભાઈ,PC ધર્મેન્દ્રસિંહ મહેન્દ્રસિંહ,PC સરફરાજભાઇ મહેબુબભાઇ,LRPC નિમેષભાઈ નવીનભાઈ,LRPC અનિલભાઈ દીતાભાઇ,PC રાકેશભાઈ ચંદુભાઈ,PC શિવાંગસિંહ પ્રતાપસિંહ,LRPC દીપકભાઈ રાજેન્દ્રભાઈ અને WPC નીતાબેન રમણસિંહ દ્વારા ટીમવર્કથી કરવામાં આવી હતી.