Proud of Gujarat
FeaturedEntertainmentGujarat

પાલેજમા બહુરૂપીએ ગાંડાનો રોલ આબાદ રજુ કરી સૌ કોઈને ચકિત કર્યા…

Share

ઇમરાન ઐયુબ મોદી-પાલેજ
પાલેજ તા.25/06/19

પાલેજમા મહારાષ્ટ્રીયન કલાકાર દર વર્ષે બહુરૂપીનો ખેલ ભજવી રહ્યા છે અને અહીં બાળકોમા આ કલાકાર ખૂબ લોકપ્રિય પણ છે. દર વર્ષે વિવિધ વેશભૂષા ધારણ કરી નગરજનોનું મનોરંજન કરનાર આ મહારાષ્ટ્રીયન કલાકાર પોતાની જાતે જ પરિધાન પણ કરે છે.પોતે વહેલી સવારે ઉઠી મેકઅપ થી માંડી વિવિધ ડ્રેસ પહેરી પાલેજની ગલીએ ગલીએ ફરી લોકોને મનોરંજન પૂરું પાડે છે.આજરોજ પાલેજ નગરમાં બહુરૂપીનાં વેશમાં ગાંડાનું પાત્ર આબેહૂબ રજૂ કર્યું હતું. ભુલાય રહેલી બહુરૂપી કળા હજુ પણ દૂર-દૂર કેટલાક કલાકરોમાં વસી રહી છે અને આ કલા જ એમના જીવનનો ભાગ બની ગયો છે.તેમજ આવકનું મુખ્ય સ્ત્રોત બની રહેલ છે. દર વર્ષે અનેક બહુરૂપી પાત્રો રજૂ કરી ગ્રામજનોનું ખાસ કરીને બાળકોનું મનોરંજન આ કલાકાર દ્વારા કરવામાં આવી રહ્યું છે. પાલેજ નગરજનો દ્વારા અંતે બહુરૂપીનો ખેલ કરતા આ મહારાષ્ટ્રીયન કલાકારને પ્રોત્સાહિત રોકડ રકમ આપવામાં આવે છે.

Advertisement


Share

Related posts

માંગરોળ : વાંકલ આંબાપારડી માર્ગ ઉપર ઓગણીસા ગામે કાર ચાલકે બાઇક ચાલકને અડફેટે લેતા એકનું મોત.

ProudOfGujarat

સુરતમાં પાલિતાણા શેત્રુંજય મહાતીર્થ બચાવવાની માંગ સાથે જૈન સમાજની મહારેલી યોજાઈ.

ProudOfGujarat

નડીયાદ : પતિ સાસુ-સસરાના ત્રાસથી કંટાળીને પરિણીતાએ ગળાફાંસો ખાઇ લેતા ચકચાર

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!