Proud of Gujarat
FeaturedGujarat

લુણાવાડા તાલુકાના કોઠંબા પાલ્લા ગામે ખોડિયાર મંદિરમાં બે દિવસ પહેલા ચોરી થઈ હતી અને તે મંદિરમાં રાત્રીના સમયે મગર ના દર્શન થતા લોકોના આસ્થામાં વધારો જોવા મળ્યો હતો.

Share

પંચમહાલ રાજુ સોલંકી

લુણાવાડા તાલુકાના કોઠંબા પાલ્લા ગામના ખોડિયાર માતાના મંદિરમાં બે દિવસ પહેલા ચોરી થઈ હતી.મંદિર માં ચોરી થઈ છે ની જાણ ગામ લોકોને થતા રાત્રીના સમયે ગામ લોકો જાગતા હતા તે દરમિયાન મંદિરમાં જીવતો મગર મંદિરમાં જોવા મળતા લોકો માં આસ્થામાં વધારો થયો હતો અને ગામના લોકો હજારોની સંખ્યામાં મંદિરે ફૂલ અને કંકુ લઈ ઉમટી પડ્યા હતા અને મગર ઉપર ફૂલ અને કકું ની વર્ષા કરી મગરની સેવા કરી હતી.આ મંદિરના સમાચાર વાયુવેગે પ્રસરતા જંગલ ખાતાના અધિકારીઓ પણ ત્યાં આવી પહોંચ્યા હતા અને મગરનું રેસ્ક્યુ કરવાની તૈયારી કરતા હોય ગ્રામજનોને આ વાતની ખબર પડતાં તેમને વિરોધ કર્યો હતો અને મગર રેસ્ક્યુ નહિ કરવા માટે ઉગ્ર બોલાચાલી કરી હતી આ ઉગ્ર બોલાચાલીની જાણ જિલ્લા વિકાસ અધિકારીને થતા જ તાત્કાલિક સ્થળ ઉપર દોડીઆવ્યા હતા અને ગ્રામ જનોને સમજાવી મગરનો રેસ્ક્યુ કરી બાજુના તળાવમાં છોડી મુકવામાં આવ્યો હતો.

Advertisement


Share

Related posts

કઠલાલ તાલુકાના દંપતી માતાજીના દર્શન કરી પરત આવતા દંપતીને અકસ્માત નડ્યો

ProudOfGujarat

અંકલેશ્વર જી.આઈ.ડી.સી વિસ્તારમાં આવેલ વિઝન ઇન્ટરનેશનલ સ્કૂલ ઓફ એક્સેલન્સ દ્વારા વિદ્યાર્થીઓ ને માનસિક ત્રાસ આપતા હોવાના આક્ષેપો સાથે વાલીઓએ ભરૂચ જિલ્લા શિક્ષણ અધિકારીને રજુઆત કરી હતી…

ProudOfGujarat

અમદાવાદ વડગામના ધારાસભ્ય જિગ્નેશ મેવાણી પોલીસ કમિશ્નર કચેરી પહોંચ્યા_પ્રોટેક્શન આપવા પોલીસ કમિશ્નરને કરી રજૂઆત..file pic

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!