દિનેશભાઇ અડવાણી
પોલીસ સૂત્રો દ્વારા મળતી માહિતી અનુસાર અંકલેશ્વર રૂલર પોલીસ સ્ટેશનની હદમાં આવેલ ધંતૂરીયા ગામની સીમ માંથી ભરૂચ એલ.સી.બી એ પાંચ જેટલા જુગારીયાઓને ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.ભરૂચ એલ.સી.બી ને મળેલ બાતમીના આધારે અંકલેશ્વરના ધંતૂરીયા ગામની સીમમાંથી મંદિર પાસે જાહેરમાં પત્તા-પાનાનો જુગાર રમતાં સોયબ આબેદીન સિંધી,શાંતિલાલ સોમાભાઈ વસાવા,અબ્દુલ રહેમાન અબ્દુલ શેખ, દીપકભાઈ રણછોડભાઈ પરમાર, સમીરભાઈ આબેદીન સિંધી.આ તમામ આરોપીઓને પકડી પાડી ૫૭૦૦૦ રૂપિયા ઉપરાંતનો મુદ્દામાલ કબજે કરી ભરૂચ એલસીબીએ તમામ જુગારીઓ વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી અને તમામ જુગારીઓને અંકલેશ્વર રૂરલ પોલીસ સ્ટેશનને સોંપવામાં આવ્યા હતા.અત્રે ઉલ્લેખનીય છે કે ભરૂચ એલ.સી.બી આટલો મોટો જુગારનો કાફલો પકડી શકતી હોય અને સ્થાનિક પોલીસ નીંદરમાં હોય ત્યારે અનેકો સવાલો સ્થાનિક પોલીસ પર ઊભા થઈ રહ્યા છે.અગાઉ પણ જુગારના મુદ્દા પર અંકલેશ્વર પોલીસ સ્ટેશનના પી.આઇ સહિત નવ જેટલા કોન્સ્ટેબલોને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે.વારંવાર અંકલેશ્વર રૂરલ પોલીસ સ્ટેશન આવા વિવાદોમાં સપડાતું રહે છે.