દિનેશભાઇ અડવાણી
ઝઘડિયાના ઇન્દોર પાણેથા અને વાસણામાં રેતીની લીઝો આવેલી છે.ત્યાંથી દરરોજ અસંખ્ય ગાડીઓથી રેતીનું વહન થાય છે.ઇન્દોરથી પાણેથા જવા માટેના માર્ગ પર સાતથી વધુ ગામો આવેલા છે અને આ ગામના વિદ્યાર્થીઓ , નોકરિયાત લોકો, વેપારીઓ માટે ઉમલ્લા તરફ આવવા માટે આ એક જ માર્ગ છે જે રેતી ભરેલી ટ્રકોના કારણે બિસ્માર હાલતમાં છે.રેતી ભરીને ચાલતી અસંખ્ય ટ્રકોના કારણે આ માર્ગની હાલત અત્યંત બિસ્માર થઈ ચુકિ છે અને ચોમાસામાં આ માર્ગ પર બાઇક પણ ગુજરી ના શકે એવી હાલત થાય છે માટે અસા ગામના લોકોએ ચોમાસા પૂરતી લીઝ બંધ કરવા લીઝ ધારકોને જણાવ્યું હતું અને લીઝ ધારકો દ્વારા લીઝો બંધ ન કરાતા આજરોજ અસા ગામના લોકો ઈન્દોર પાણેથાથી રેતી ભરીને નીકળેલી ટ્રકોને રોકી તમામ ૧૩ જેટલી ટ્રકોને ભરૂચ ખાણ ખનીજ ટીમને સોંપવામાં આવી છે.
Advertisement