દિનેશભાઇ અડવાણી
આ વર્ષે ગરમીના પારાએ તમામ રેકોર્ડ તોડી લોકોને પર્યાવરણ પ્રત્યે જવાબદાર રેહવાની શીખ આપી છે.જેટલા વધુ વૃક્ષો એટલો જ ગરમીનો પારો નીચે જશે અને વૃક્ષોથી બીજા ઘણા ફાયદા પણ થાય છે.વૃક્ષોથી આપણેને શુદ્ધ ઓક્સિજન મળે છે તેમજ વૃક્ષો તાપમાનને નિયંત્રણમા રાખે છે.આમ વૃક્ષોનું મહત્વ સમજીને અંકલેશ્વર ખાતે આવેલ અતિથિ રેસિડેંસીના સભ્યો દ્વારા વૃક્ષારોપણ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું.જેમાં રેસિડેંસીની તમામ સભ્યો હાજર રહ્યા હતા અને વૃક્ષારોપણ કર્યું હતું.અલગ-અલગ જાતના ૮ જેટલા વૃક્ષોના છોડ વાવવામાં આવ્યા હતા.અતિથિ રેસિડેંસીના સભ્યો દ્વારા મિટિંગનું આયોજન કરી તમામ સભ્યોની મંજૂરી લઇ વૃક્ષારોપણ કરવામાં આવ્યું હતું.આ પેહલા નોટીફાઈડ એરિયા જી.આઈ.ડી.સી અંકલેશ્વરના ચીફ ઓફિસરને લેટર લખી વૃક્ષના છોડ તેમજ પાંજરાની માંગણી કરવામાં આવી હતી.આવી જ રીતે અંકલેશ્વરની વધુ એક કલાકુંજ રેડીડેંસી દ્વારા માંગણી કરવામાં આવી છે.લોકો પર્યાવરણ પ્રત્યે ધીમે-ધીમે પણ સજાગ થઇ રહ્યા છે જે ઘણી સુખદ બાબત છે.