પંચમહાલ રાજુ સોલંકી
ગોધરા તાલુકાનો મહેલોલ વિસ્તાર ગુજરાત અને ભારત માટે અજાણ્યો નથી આ વિસ્તારમાંથી ગુજરાતને બે મહાનુભાવો મળે છે એક પ્રદ્મશ્રી ડૉ.પ્રવીણ દરજી સાહેબને બીજા માનનીય પૂર્વ સાંસદ પ્રભાતસિંહ ચૌહાણ સાહેબ બનેનું આગવું પ્રદાન છે.એક શિક્ષણ અને સાહિત્યક્ષેત્રે બીજા રાજકીય અને સામાજિક ક્ષેત્રે આ બંને મહાનુભાવોના નકસેકદમ પર મહેલોલ પાસેના રામપુરા જોડકા ગામના આ ત્રણ યુવાનો એકજ ગામમાં ભણ્યા ગણ્યા મોટા થયા અધ્યાપક થઈ ત્રણેય પીએચડી થયા.ડૉ.રાજેશ વણકર જેમણે ગુજરાતી ભાષામાં પી.એચ.ડી કર્યું.સાહિત્ય સમાજ અને શિક્ષણમાં એમનું આગવું પ્રદાન. પંચમહાલમાં સ્થાનિક કક્ષાએ અને રાજ્ય સુધી જિલ્લાના સર્જકો માં દરજી સાહેબ,વિનોદ ગાંધી પછી તરત રાજેશ વણકરનું નામ મૂકી શકાય.એમના સાહિત્યિક પ્રદાન વિશે સૌ જાણે છે.ત્યાર બાદ ડૉ.રમેશ ચૌહાણ જેમણે કોમર્સમાં પી.એચ.ડી કર્યું ને અધ્યાપક બની ગામ, સમાજ અને ગુજરાતનું નામ રોશન કર્યું.બહુ જ સેવાભાવી માણસ જોકે હાલ ગાંધીનગરમાં બહુ વ્યસ્ત જીવન જીવે છે.ત્યારબાદ ડૉ.કમલેશ રબારી સંસ્કૃતમાં એમની માસ્ટરી સાહિત્ય અને વિવેચનના જાણકાર ક્યારેક કવિતા લખે પણ પ્રગટ ન કરે.એવુંજ વિવેચન બાબતે.આ ત્રણેય મિત્રોએ ભોગ આપવામાં પાછું વળીને જોયું નથી.એકબીજા માટે પણ ભોગ આપવામાં પાછી પાની કરી નથી.રામપુરા જોડકાની જમીની હકીકત જરા જુદી છે ખોબલા જેવું રામપુરા જોડકા ગામ
ખાસ પાકાં મકાનો પણ નહીં.સૌથી વધું વર્ગ મજૂરીએ જાય.થોડી ખેતી થોડુ પશુપાલન અને આ ગામમાં સતત ત્રીજો યુવાન પીએચડીની પદવી પ્રાપ્ત કરે એ મોટી વાત છે.