દિનેશભાઈ અડવાણી
રવિવારે બપોર બે કલાક થી સોમવારે બપોરે બે કલાક સુધી પૂર્ણિમા છે.જેઠ સુદ પૂર્ણિમાએ મહિલાઓ પોતાના જીવનસાથી ના આયુષ્ય સુખ શાંતિ માટે ઉપવાસ કરી વટ સાર્વત્રિનું વ્રત કરે છે.ધર્મ શાસ્ત્ર મુજબ પૂર્ણિમા નો ચન્દ્ર રવિવારે ની રાત્રી નો હોઈ ઉપવાસ નો દિવસ પણ રવિવાર ગણાયુ હતું.અલબત્ત બપોરે બે કલાક પછી વડ નું પૂજન કરવામાં આવ્યું હતુ.
Advertisement
આજે ઝઘડિયા તાલુકાના ઉમલ્લા માં પણ મોટી સંખ્યા માં મહિલા ઓ દ્વ્રારા વડ ની પૂજા કરી પોતાના પતિ ની સુરક્ષા ની પ્રાર્થના કરવામાં આવી હતી.આજે મહિલા ઓ વડ સાવિત્રી નું વ્રત કરી સોમવારે પારણા કરશે.
ઉલખેનિય છે કે સત્યવાન સાવિત્રી ની કથા સાથે સંકળાયેલા વટ સાવિત્રી ના વ્રત (જેઠ સુદ પૂર્ણિમા )ના દિવસે ગાયત્રી જ્યંતી છે .ગાયત્રી નું એક નામ સત્ય અને બીજું નામ સાવિત્રી છે.