દિનેશભાઇ અડવાણી
ડભોઇ તાલુકાના ફરતીકુઇ ગામ પાસે આવેલી નામંકિત દર્શન હોટલનો ખાળકૂવો સાફ કરવા માટે મોડી રાતે પિતા-પુત્ર સહીત 7 મજૂરો ઉતર્યાં હતા ખાળકૂવાની સફાઇ કરવા ઉતરેલા તમામના થોડા જ સમયમાં મોત નિપજ્યું હતું.ઝેરી ગેસના કારણે આ દુર્ઘટના ઘટી હોવાનુ પ્રથામિક તપાસમાં બહાર આવ્યું છે. ઘટનાને પગલે વડોદરા અને ડભોઇ ફાયર બ્રીગેડના લાશ્કરોએ કલાકોની જહેમત બાદ દોરડા વડે 7 મૃતદેહો બહાર કાઢ્યાં હતા.વિગતે જોતા મોડી રાત્રે થુવાવી ગામના વસાવા ફળિયામાં રહેતા પિતા-પુત્ર સહિત 4 અને હોટલના ત્રણ કર્મચારીઓ ખાળકૂવો સાફ કરવા ઉતર્યા હતા.ખાળકૂવામાં ઉતરતાની સાથે જ તમામને ઝેરી ગેસની અસર થતાં તેઓ ખાળકૂવામાં ડૂબી ગયા હતા અને મોતને ભેટ્યા હતા. મોડી રાત્રે બનેલી ઘટનાની જાણ વડોદરા ફાયર બ્રિગેડને થતાં લશ્કરો પણ ઘટના સ્થળે દોડી ગયા હતા. અને કલાકોની ભારે જહેમતબાદ દોરડાથી ખાળકૂવામાં ડૂબી ગયેલા 7 મજૂરોના મૃતદેહો બહાર કાઢ્યા હતા.ઘટનાની જાણ હોટલ માલિક હસન અબ્બાસને થતાં ખાળકૂવામાં ડૂબી રહેલા લોકોને બચાવવાને બદલે પોતાની હોટલ બંધ કરી ફરાર થઇ ગયો હતો. પરિણામે મોતને ભેટેલા થુવાવી ગામના લોકોમાં હોટલ માલિક સામે ભારે રોષ ભભૂકી ઉઠ્યો હતો.થુવાવી ગામના લોકોને બનાવની જાણ થતાં હોટલ ઉપર ધસી આવ્યા હતા.મોડી રાત્રે બનેલી આ ગોઝારી ઘટનાની જાણ ઉચ્ચ પોલીસ અધિકારીઓને થતાં તુરતજ સ્થળ પર દોડી આવ્યા હતા. આ સાથે ડભોઇના ધારાસભ્ય શૈલેષ મહેતા (સોટ્ટા)ને થતાં તેઓ પણ દોડી આવ્યા હતા. બીજી બાજુ આ બનાવ અંગે ડભોઇ પોલીસે હાલમાં અકસ્માતે મોતનો ગુનો નોંધી આગળની કાર્યાવાહી હાથ ધરી છે.
મોતને ભેટેલા વ્યક્તિઓ
(૧).અશોક બેચરભાઇ હરીજન,રહે.વાંટા ફળીયું, થુવાવી.
(૨).હિતેષ અશોકભાઇ હરીજન,રહે.વાંટા ફળીયું, થુવાવી.
(૩).મહેશ મણીલાલ હરીજન,રહે. વસાવા ફળિયું, થુવાવી.
(૪). મહેશ રમણલાલ પાટણવાડીયા,રહે. દત્તનગર, થુવાવી.
(૫).અજય વસાવા,મૂળ રહે. કાદવાલી, ભરૂચ, હાલ હોટલ.
(૬).વિજય અરવિંદભાઇ ચૌધરી,રહે. વેલાવી તા. ઉમરપાડા, સુરત., હાલ હોટલ.
(૭).શહદેવ રમણભાઇ વસાવા,રહે. વેલાવી, તા. ઉમરપાડા, સુરત., હાલ હોટલ.