દિનેશભાઇ અડવાણી
અંકલેશ્વર રેલવે સ્ટેશન નજીક અનેક રેલવે અકસ્માતોની ઘટનાઓ પ્રકાશમાં આવી છે.અવારનવાર જીવના જોખમે પાટા ઓળંગતી વેળાએ મુસાફરો ટ્રેનની નીચે આવી જતા હોય છે અને પોતાનો જીવ ગુમાવતા હોય છે.આજરોજ અંકલેશ્વર રેલવે સ્ટેશન નજીક એક પ્લેટફોર્મથી બીજા પ્લેટફોર્મ પર જવા મુસાફરો પાટા ઓળંગતા કેમેરામાં કેદ થયા છે.ત્યારે જીવના જોખમે પાટા ઓળંગતા લોકો સામે રેલવે પોલીસ યોગ્ય પગલા ભરે તે અત્યંત જરૂરી છે.
Advertisement