પંચમહાલ રાજુ સોલંકી
૧૪મી જૂન વિશ્વ રક્તદાતા દિનની ઉજવણી નિમિતે ઇન્ડિયન રેડ ક્રોસ સોસાયટી પંચમહાલ ગોધરા બ્લડ બેન્ક અને બ્લડ કોમ્પોનેન્ટ સેન્ટર ઘ્વારા સ્વૈચ્છિક રક્તદાનની શિબિર ગોધરા, હાલોલ તથા ડેભારી મુકામે યોજવામાં આવી હતી.ગોધરામાં યોજાયેલ રક્તદાન શિબિરમાં ગોધરા રેડ ક્રોસ મેનેજીંગ કમિટીના સભ્ય હોતચંદ ધમવાની (બાબુજી) એ ૧૩૦મી વખત અને યશરાજસિંહ ભાટ્ટીએ પ્રથમ વખત રક્તદાન કરી માનવ સેવાનું ઉમદા ઉદાહરણ પૂરું પાડ્યું હતું અને પ્રાથમિક સારવાર વર્ગના વિદ્યાર્થીઓએ રક્તદાન કરી સમાજ પ્રત્યે તેમની ફરજ નિભાવી હતી અને ઇન્ડિયન રેડ ક્રોસ રાષ્ટ્રીય શાખા દિલ્હી તરફથી રક્તદાન માટે આપેલ સુંદર સૂત્ર “રક્તદાન કરકે દેખો અચ્છા લગતા હે” સાર્થક કર્યું હતું. આ રક્તદાન શિબિરમાં રેડક્રોસના મધ્ય ગુજરાતના કન્વીનર અને સ્ટેટ બ્રાન્ચના પ્રતિનિધિ કિશોરીલાલ ભાયાની, વાઇસ ચેરમેન અજીતસિંહ ભાટ્ટી, કોમર્સ કોલેજ ગોધરાના પ્રિન્સિપાલ અરુણસિંહ સોલંકી વગેરે ઉપસ્થિત રહ્યા હતા.