Proud of Gujarat
FeaturedGujaratHealth

ભરૂચ:આજરોજ અર્બન હેલ્થ સેન્ટર દ્વારા મેડિકલ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું.

Share

દિનેશભાઇ અડવાણી

ભરૂચ જિલ્લામાં આવેલ સ્લમ એરિયામાં અર્બન હેલ્થ સેન્ટર દ્વારા દર ત્રણ મહિને મેડિકલ કેમ્પ નું આયોજન કરવામાં આવે છે. જેમાં સરકારશ્રી તરફથી આ મેડિકલ કેમ્પ માટે 5000 રૂપિયા જેવી ગ્રાન્ટ પણ ફાળવવામાં આવે છે. આજરોજ ભરૂચ શહેરમાં આવેલ ભીડભંજન ની ખાડીમાં હનુમાનજીના મંદિરે અર્બન હેલ્થ સેન્ટર દ્વારા મેડિકલ કેમ્પ નું આયોજન કરવામાં આવ્યું. જેમાં 100 થી વધુ દર્દીઓએ મેડિકલ કેમ્પનો લાભ લીધો અને મફત દવા તેમજ અન્ય સારવાર લીધી હતી. મેડિકલ કેમ્પ માં એમ.બી.બી.એસ ડૉ. પ્રિયા દેસાઈ, લેબ ટેકનિશિયન મનિષા લાઠીયા, ફાર્માશિષ્ટ પ્રિયંકા મહેતા અને આશા બહેનો એ દર્દીઓને સેવા બજાવી હતી. ભીડભંજન ની ખાડી વિસ્તાર માં સૌથી વધુ દર્દીઓ આજે ચામડીના રોગોના જોવા મળ્યા હતા.

Advertisement


Share

Related posts

ઝઘડિયા તાલુકા શિક્ષક સંઘ ક્રિકેટ ટુર્નામેન્ટની પ્રથમ સિઝનમાં ઉમલ્લા ટીમનો વિજય

ProudOfGujarat

ભરૂચ માં હાહાકાર મચાવનાર ટ્રિપલ મર્ડર નો મામલા ના રહસ્ય ઉપર નો ચોંકાવનારો અનુમાન.!!જાણો વધુ…..EXCLUSIVE 

ProudOfGujarat

દિપાવલી પર્વને ઉજવતા ભરૂચ જીલ્લાનાં રહેવાસીઓ…

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!