દિનેશભાઇ અડવાણી
ઉકાઇ જમણા કાંઠામાંથી પાણી નહીં મળવાના કારણે અંકલેશ્વરના માથે જળ સંકટ ઘેરાય રહ્યું છે.અંકલેશ્વર શહેરમાં બુધવારથી પાલિકા એક દિવસના અંતરે પાણી આપશે અને સાથે-સાથે પાણીનો બગાડ કરનારાને રૂપિયા ૩૦૦ થી ૫૦૦૦ રૂપિયા સુધીનો દંડ વસુલાશેની જાહેરાત પણ કરવામાં આવી છે.ઉકાઇ ડેમના જળસ્તર ઓછા હોવાથી જમણા કાંઠાની કેનાલમાં પાણી છોડવામાં નહીં આવે જેનાથી કેનાલમાંથી પાણી મેળવતા અંકલેશ્વર શહેરમાં પાણીની તંગી ઉભી થવા પામી છે.કેનાલના પાણીનો સંગ્રહ કરતા ગામ તળાવમાં પણ માત્ર ૧૫ દિવસ ચાલે તેટલું પાણી રહી ગયું છે,ભૂગર્ભ જળનું સ્તર નીચું જવાથી અંકલેશ્વર પાલિકાના બોરમાંથી ૨૫,૦૦૦ લીટર પાણીના બદલે માંડ ૧૮,૦૦૦ લીટર પાણી મળી રહ્યું છે.ઉકાઇ ડેમની સપાટી ઓછી હોવાથી હવે કેનાલમાં ચોમાસા પછી પાણી છોડવામાં આવશે.પાણીનો બગાડ થતો રોકવા પાલિકા દ્વારા પાંચ ટીમો કાર્યરત રહેશે જે વાહનોને ધોવામાં બગડતું પાણી,નળ ખુલ્લા રાખવા સહિત પાણીના બગાડને અટકાવવા કામ કરશે અને પાણીનો બગાડ કરનારાઓ પાસે રૂપિયા ૩૦૦ થી માંડી રૂપિયા ૫૦૦૦ સુધીનો દંડ પણ વસુલાસે એમ પાલિકાના કારોબારી અધ્યક્ષ ચૈતન્ય ગોળવાલાએ જણાવ્યું હતું.
1 comment
Number apo direct cal karine kehvay
tevo