Proud of Gujarat
FeaturedGujaratWoman

અંકલેશ્વર ખાતે મહીલાઓ ની નવી લાઇન્સ ક્લબ ઓફ અંકલેશ્વર કવીન્સની સ્થાપના લાયન્સ ક્લબ આંતરરાષ્ટ્રીય સંગઠન દ્વારા કરવામાં આવી.

Share

દિનેશભાઇ અડવાણી

અંકલેશ્વર ખાતે વર્ષોથી સેવાકીય કાર્યો કરતી સંસ્થા લાઇન્સ કલબ ઓફ અંકલેશ્વરની મહિલા પાંખ તરીકે આ વર્ષ ૨૦૧૯ માં પ્રથમ વાર લાઇન્સ કલબ ઓફ અંકલેશ્વર કવીન્સની સ્થાપના કરવામાં આવી હતી.સ્થાપના દિન નિમિતે મુખ્ય અતિથિ તરીકે સેવાકીય પ્રવૃત્તિ કરનાર મીરાબેન પંજવાણી સાથે લાયન જયેશ ઠક્કર, લાયન નિપમ શેઠ, લાયન અશોક દેસાઈ, લાયન રાજેશ જૈન અને લાયન પંકજ પટેલની ઉપસ્થિતિ માં કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો.

Advertisement

આ વર્ષમાં લાયન્સ કવીન્સમાં પ્રમુખ તરીકે લાઇન્સ કલબ મુખ્ય પાંખએ પ્રેસિડન્ટ તરીકે ઉષા પટેલ અને સાથે કલબ સેક્રેટરી તરીકે પરિણીતા પાટકર ,કલબ ના વાઇસ પ્રેસિડન્ટ તરીકે અંજુબેન કાલરા અને ટ્રેઝરર તરીકે મનીષા અરોરા ની નિમણૂક કરવામાં આવી હતી.આ સાથે કવીન્સ કલબ દ્વારા આ વર્ષે કાયમી મુખ્ય પ્રોજેક્ટમાં ચાર પ્રોજેક્ટ લેવામાં આવશે તથા ચોમાસાની ઋતુ ને ધ્યાનમાં લઇ પ્રથમ ટ્રી પ્લાન્ટેશન કરવામાં આવશે સાથે વોટર હાર્વેસ્ટિંગ નો પ્રોજેક્ટ પણ હાથ ધરવામાં આવશે ત્યારબાદ આગળ ફૂડ હંગર અને બાળકો માં જોવા મળતા કેન્સર , મહિલા સશક્તિકરણ, રક્તદાન
જેવા ગંભીર વિષય પર કલબ દ્વારા કામ કરવામાં આવશે.એ સાથે સંસ્થાના પ્રથમ સ્થાપના દિવસે જ ૭૧ જેટલી બહેનોએ સામાજીક કામ કરવા સારું પરિવાર સાથે સામાજિક કામો પણ એટલી જ ઉત્સાહ થી કરવા સારું શપથ લીધા હતા.


Share

Related posts

વડોદરાના મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારીની ગાંધીનગર આરોગ્ય વિભાગમાં મદદનીશ નિયામક તરીકે નિયુક્તિ.

ProudOfGujarat

भूषण कुमार की टी-सीरीज़ ने एक अनोखा सिंगल किया रिलीज, जिसमें सुकृति कक्कड़ और प्रतीक कक्कड़ प्यार में विश्वासघात की भावना व्यक्त करते हुए आ रही है नज़र!

ProudOfGujarat

વાંકલ : માન.મંત્રી ગણપતસિંહ વસાવાએ માંગરોળ અને ઉમરપાડા તાલુકાની પ્રજા માટે સામુહિક આરોગ્ય હેતુ ઓકિસજનનાં પ્લાન્ટ માટે રૂા.૧.૨૩ કરોડ ફાળવ્યા.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!