દિનેશભાઇ અડવાણી
પોલીસ સૂત્રો દ્વારા મળતી માહિતી અનુસાર અંકલેશ્વરના ગુજરાત હાઉસિંગ બોર્ડના મકાન નંબર ૬૧૨ માં રહેતા ઉત્તમભાઈ દયાભાઈ પરમાર જેઓ એલ.આઇ.સી માં નોકરી કરે છે.કોઈક કામ અર્થે પોતાના ઘરને તાળુ મારી બહાર ગયા હતા તથા તેમના ઘરના સભ્યો પણ કામ અર્થે ગયા હતા.તે દરમિયાન બપોરના ત્રણ વાગ્યાના સમયે ઘરે પરત આવતા જોયું તો ઘરના મુખ્ય દરવાજાનું તાળુ તુટેલુ હતું તેમજ ઘરમાં મુકેલ કબાટ પણ તૂટેલી હાલતમાં હતો જેમાં મુકેલ સોના-ચાંદીના દાગીના જેની કુલ કિંમત રૂપિયા ૧,૭૦,૦૦૦ છે. તે કોઈ અજાણ્યા ચોર ચોરી ગયા હતા. ઘટનાની જાણ થતા અંકલેશ્વર શહેર પોલીસે ચોરીનો ગુનો દાખલ કરી ચોરોને પકડવાના ચક્રો ગતિમાન કર્યા હતા.ઉલ્લેખનીય છે કે અંકલેશ્વરના ગુજરાત હાઉસિંગ બોર્ડમાં પાછલા કેટલાક સમયથી આવા ચોરીના બનાવો બનતા રહે છે. હવે ચોરો દિવસમા પણ ચોરી કરતા હોવાથી અંકલેશ્વર ગુજરાત હાઉસિંગ બોર્ડના રહીશોમાં ભયનો માહોલ જોવા મળી રહ્યો છે.