વિનોદભાઈ પટેલ
અંકલેશ્વરનું એકમાત્ર એવું મંદિર જ્યાં કહેવાય છે કે મર્યાદા પુરૂષોત્તમ શ્રીરામ દ્વારા તીર મારીને રામકુંડ માંથી પાણીનો પ્રવાહ પેદા કર્યો હતો.બારેમાસ પાણીથી છલોછલ રહેતા અંકલેશ્વરની ઐતિહાસિક ધરોહર રામકુંડની આ પરિસ્થિતિ!!
Advertisement
અંકલેશ્વર નગરપાલિકાએ ઠરાવ કરી રામકુંડના રીનોવેશન માટે અંદાજીત 32 લાખ મંજુર કર્યા હતા. જેમાંથી અંદાજીત 10 લાખનો ખર્ચ કર્યો.રામકુંડની આ પરિસ્થિતિ જોતા ખર્ચ કરાયો છે કે કેમ ? તે શંકા ઉપજાવનાર છે, ત્યારે હવે તંત્ર ઉપર પણ સવાલો ઉઠી રહ્યા છે અને અંકલેશ્વર હિન્દુ સમાજના લોકોની આસ્થા પણ રામકુંડના પાણીની જેમ-જેમ સુકાતી ચાલી હોય તેવું લાગી રહ્યું છે.વહેલા તકે આ રામકુંડમા ફરી એકવાર પાણી છલકાય તેવી લોકો માગણી કરી રહ્યા છે. ત્યારે હવે જોવાનું રહ્યું અંકલેશ્વર નગરપાલિકા આ મુદ્દે શું પગલાં ભરે છે.