ઇમરાન ઐયુબ મોદી-પાલેજ
સમગ્ર પાલેજ પંથક નાં ગામો માં મુસ્લિમ બિરાદરો એ રમજાન ઈદ ની હર્ષોઉલ્લાસ સાથે ઉજવણી કરી હતી.રમજાન માસ નાં ૨૯ દિવસ રોઝા અને ઈબાદત માં પસાર કરી ને સવાબ મેળવ્યા બાદ બુધવાર નાં રોજ મુસ્લિમ બિરાદરો એ ઇદુલ્ફીત્ર ની શાનદાર રીતે ઉજવણી કરી હતી.પાલેજ ખાતે પકીઝા પાર્ક ઇદગાહ માં ખુલ્લા આસમાન નીચે હજારો લોકો એ ઈદ ની બે રકાત નમાજ અદા કરી ઈદ ના દિવસ ની શરૂઆત કરી હતી આ ઉપરાંત પાલેજ મક્કા મસ્જિદ,જુમ્મા મસ્જિદ તેમજ દફ્તરી અને નુરાની મસ્જિદ તેમજ અહમદ નગર ખાતે સવારે મોટી સંખ્યા માં મુસ્લિમ બિરાદરો એકત્ર થઈ ઈદ ની નમાજ ની અદાયગી કરી હતી.નમાજ નાં અંતે એકત્રિત મુસ્લિમ બિરાદરો એ એકબીજા ને ભેટી ઈદ ની મુબારકબાદી આપી હતી. આસપાસ નાં મુખ્યત્વે વલણ. ઇખર,સાસરોદ,માકણ,કબોલી જેવા ગામો માં પણ ઈદ ની ઉજવણી ધામ ધૂમ પૂર્વક યોજાય હતી.પવિત્ર રમજાન માસ ના પૂર્ણ થવા ઉપર મુસ્લિમ બિરાદરો દ્વારા તહેવાર ના રૂપ માં ખુશી ના પ્રશંગ તરીકે ઈદ ની ઉજવણી કરવામાં આવતી હોય છે.