દિનેશભાઇ અડવાણી
ભરૂચ જિલ્લા પોલીસ વડા રાજેન્દ્રસિંહ ચુડાસમાના માર્ગદર્શન તથા નાયબ પોલીસ અધિક્ષક ડી.પી.વાઘેલાની સુચના મુજબ દહેજ મરીન પોલીસ સ્ટેશન વિસ્તારમાં મિલકત વિરુધ્ધના ગુનાઓ અટકાવવા માટે ઇન્ચાર્જ પોલીસ ઇન્સ્પેક્ટર એસ.એન.દેસાઈ તથા સ્ટાફના પોલીસ માણસો સાથે કોમ્બિંગ નાઇટમાં હતા તે દરમિયાન સાથેના અ.હે.કો વિક્રમસિંહ દાનુભાને બાતમી મળેલ કે જાગેશ્વર ગામે તળાવના કિનારે એક લાલ કલરની તવેરા ગાડી નંબર જી.જે 5 સી.એલ ૫૫૮૧ પડેલ છે.જેમાં ચાર પાંચ માણસો બેસેલા છે જે શંકાસ્પદ જણાય છે.જેથી બાતમીવાળી જગ્યાએ જઈ જોતા ગાડીમાં બેસેલા ઈસમો પોલીસને જોઈને ભાગવા લાગતા તેઓને ચારે બાજુથી કોર્ડન કરી લઈ પકડી પાડેલ છે.પકડાયેલ આરોપીઓ પાસેથી તવેરા ગાડી કિંમત રૂપિયા ૪,૦૦,૦૦૦ ,મોબાઈલ નંગ-૩ કિંમત રૂપિયા ૭૫૦૦ તેમજ કેબલ કાપવાનું કટર કિંમત રૂપિયા ૨૦૦ મળી કુલ ૪,૦૭,૭૦૦ નો મુદ્દામાલ જપ્ત કર્યો હતો.ચોરી કરવાના સાધનો તેમજ તવેરા ગાડી વિશે પૂછપરછ કરતા આરોપીઓ પાસે ગાડીની માલિકીના પુરાવા ન હતા તેમજ ગાડી માંથી ઘરફોડ ચોરીના સાધનો મળી આવતા પોલીસને શંકા જતા તમામની અટકાયત કરી સી.આર.પી.સી કલમ-૪૧(૧)(ડી) મુજબ અટક કરી આગળની કાર્યવાહી ઇન્ચાર્જ પોલીસ ઇન્સ્પેક્ટર એસ.એન.દેસાઈ કરી રહ્યા છે.
પકડાયેલ આરોપીઓ
(૧).સત્તાર મુખ્તારખાન પઠાણ
હાલ.રહે ચોકબજાર વેડ દરવાજા નાસિરનગર ઝુપડપટ્ટી સુરત.
(૨).સબ્બીર મહમદ મલેક
હાલ.રહે ગામ-દહેગામ પટેલ ફળિયુ તા.જંબુસર જી.ભરૂચ.
(૩).જીતેન્દ્રકુમાર જોગરાજભાઈ પઢીયાર
હાલ.રહે મકાન નંબર સી-૯૪ જ્યોતિનગર સોસાયટી મકતમપુર ભરૂચ.
(૪).સુરજીતસિંગ ગરીબસિંગ મજબિશેખ
હાલ.રહે ગુરુદ્વારા રેલવે સ્ટેશનની બાજુમાં ભરૂચ.
(૫).નિરંજન ઉર્ફે લુલ્લુ બ્રજબંધ નાયક
હાલ.રહે મકાન નંબર સી-૯૪ જ્યોતિનગર સોસાયટી મકતમપુર ભરૂચ.
(૬).ગણેશકુમાર સકલદીપ દાસ
હાલ.રહે રૂમ નંબર-૧૦૫ ઓમકાલેશ્વર સોસાયટી જાડેશ્વર રોડ ભરૂચ.