દિનેશભાઇ અડવાણી
ભરૂચના મકતમપુર વિસ્તારમાં રહેતી માત્ર આઠ વર્ષની સોફિયા મશહદીએ આકરી ગરમીમાં પ્રથમ વખત રમજાન માસના પુરા રોજા રાખી અલ્લાહની ઈબાદતમાં રમજાન માસ વિતાવ્યો હતો.એકતરફ આકાશમાંથી વરસતી આકરી ગરમી વચ્ચે દિવસભર ભૂખ્યા તરસ્યા રહી રમજાન માસમાં રોજામાં મુસ્લિમ બિરાદરો આકરી તપસ્યા માંથી પસાર થઇ રહ્યા છે.જ્યારે પાણીની એક-એક બુંદ પણ આકરી ગરમીમાં રહેમત રૂપ હોય છે ત્યારે દિવસભર ભૂખ્યા-તરસા રહી પવિત્ર રમજાન માસમાં રોજા રાખીને અલ્લાહની બંદગી કરવામાં માસૂમ બાળકો પણ પાછળ રહ્યા નથી.જેમાં ભરૂચના મકતમપુર માં રહેતી આઠ વર્ષીય સૈયદ સોફિયા મશહદી દર વર્ષે બે-ત્રણ રોજા રાખતી હતી અને આ વર્ષે તેણે આકરી ગરમીમાં માતા-પિતાની સમજાવટ છતાં પણ સોફિયાએ રોજા રાખવાનું શરૂ કર્યું હતું અને પૂરા રમઝાન માસના રોજા રાખ્યા હતા.સાથે-સાથે ખુદાની ઈબાદતમાં દિવસો પસાર કર્યા હતા.સૈયદ સોફિયા મશહદીએ રમજાન માસના પુરા રોજા રાખતા પરિવારજનોમાં ખુશીની લહેર દોડી ગઇ હતી.