Proud of Gujarat
EducationFeaturedGujarat

અંકલેશ્વર-હાંસોટ રોડ ઉપર આવેલ કુસુમબેન કડકિયા આર્ટસ એન્ડ કોમર્સ કોલેજમાં પ્રવેશ કાર્યવાહી બંધ કરતા વિદ્યાર્થીઓએ હલ્લો મચાવ્યો હતો.

Share

વિનોદભાઇ પટેલ

હાલ ધોરણ-૧૨ સામાન્ય પ્રવાહનું પરિમાણ જાહેર થયું છે. વિદ્યાર્થીઓ વિવિધ આર્ટસ એન્ડ કોમર્સ કોલેજમાં એડમીશન માટે પડાપડી કરી રહ્યા છે ત્યારે અંકલેશ્વર-હાંસોટ રોડ ઉપર આવેલ શ્રીમતી કુસુમબેન કડકિયા આર્ટસ એન્ડ કોમર્સ કોલેજ દ્વારા નોટીસ બોર્ડ પર પ્રથમ વર્ષમાં બી.એ અને બી.કોમની પ્રવેશ કાર્યવાહી બંધ કરવાની નોટીસ લગાવતા વિદ્યાર્થીઓમાં રોષ જોવા મળી રહ્યો છે. આજરોજ ૯૦ થી વધુ વિદ્યાર્થીઓએ કોલેજ ખાતે હલ્લો મચાવી વિરોધ નોંધાવ્યો હતો. તો નોટીસ બોર્ડ પરની નોટીસમાં આગામી વર્ષ ૨૦૧૯-૨૦ થી પ્રથમ વર્ષમાં બી.એ અને બી.કોમમાં પ્રવેશ કાર્યવાહી બંધ કરવા ઉપરાંત ઓનલાઈન પ્રવેશ અંગેની યુનીવર્સીટીની વેબસાઈટ પર કોલેજની પસંદગી કરવાની યાદીમાંથી કડકિયા આર્ટસ એન્ડ કોમર્સ કોલેજનું નામ રદ્દ કરી દેવામાં આવ્યું હોવાનું જણાતા વિદ્યાર્થીઓ લાચાર બન્યા છે.ત્યારે કોલેજ અને યુનીવર્સીટી યોગ્ય પગલા ભરી વિદ્યાર્થીઓને ન્યાય આપે તેવી લોકો માંગ કરી રહ્યા છે.

Advertisement


Share

Related posts

કાકાબા હોસ્પિટલ તથા ગ્લોબલ હેલ્થ સ્ટ્રેટજીસ ઇન્સ્ટિટ્યૂટ દ્વારા હાંસોટની શાળામાં સેનેટરી પેડ ઉપયોગ વિશેનો વર્કશોપ યોજાશે.

ProudOfGujarat

ભરૂચનાં ઝાડેશ્વર નિલકંઠ મંદિરે પરિક્રમાવાસીઓને વિવિધ વસ્તુઓની નિ:શુલ્ક જરૂરિયાત પૂરી કરાઇ.

ProudOfGujarat

માંગરોળ : કતલ કરવાના ઈરાદે લઈ જવાતા ગાય, વાછરડા ભરેલી પીકઅપ ગાડી પોલીસે ઝડપી પાડી.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!