ઇમરાન ઐયુબ મોદી- પાલેજ
ભરુચ તાલુકાનાં સીમલિયા ગામે એક વર્ષથી ઇન્ચાર્જ તલાટી થી વહીવટ અનિયમિત થઈ જતાં ગ્રામજનોએ સરપંચ સમક્ષ રજૂઆત કરી ગામની પંચાયત કચેરી ખાતે કાયમી તલાટી ની વ્યવસ્થા કરવા માંગ કરવામાં આવી હતી.જેના પગલે સીમલિયા ગામે કાયમી તલાટી મુકવા મહિલા સરપંચે ઉચકક્ષાએ રજુઆત કરવામાં આવી છે.સીમલિયા ગામે અગાઉનાં મહિલા તલાટી લાંચ રૂસ્વત ખાતાંનાં હાથે ઝડપાઇ ગયાં હતાં. ત્યાર પછી ઇન્ચાર્જ તલાટી તરીકે સ્વરાજ પટેલની નિમણુંક કરાઈ હતી. જેઓ દર મંગળવારે અને મહિના માં બે શનિવારે જ ગામ ઉપર આવે છે. એક મહિનો અકસ્માત નાં કારણે પણ આવી શક્યા નાં હતાં. આમ સીમલિયા ગામે તલાટી વિના લોકો જરૂરી દાખલા કાઢવા માટે વારંવાર ધરમ ધક્કા ખાઈ છે.વિદ્યાર્થીઓ ને એસ.એસ.સી નાં પરિણામો પછી આવકનાં,જાતિનાં વગેરે દાખલા માટે પચાયતમાં તલાટીની સતત ગેરહાજરી થી મુશ્કેલી માં મુકાઈ ગયાં છે.અહીં કાયમી તલાટી ની નિમણુંક કરવાં લોકો દ્વારા માંગ ઉઠવા પામી છે.